રશિયા પછી ઈરાન પ્લેન દુર્ઘટનામાં 66 લોકોએ ગુમાવ્યાં જીવ

ડેમો પિક

 • Share this:
  ઈરાનનું એક  વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થવાના સામાચાર આવી રહ્યાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ તેહરાનથી યાસૂર જઈ રહ્યું હતું. આમાં લગભગ 66 મુસાફરો સવાર હતા. ઉડાન ભર્યાના તરત બાદ વિમાન રડારથી ગાયબ થઈ ગયું હતું.

  ઈરાનના એસેમાં એરલાઈન્સના પ્રવક્તાએ સરકારી ટીવીને જાણકારી આપી હતી કે, પ્લેન ક્રેશની દૂર્ઘટનામાં 66 લોકોએ જીવ ગુમાવ્યા છે.

  મીડિયા રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ ઈરાનના સેમીરોમ પાસે ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ જોવા મળ્યો હતો. હાલમાં બચાવ કાર્યના દળને મોકલી દેવામાં આવ્યા છે. વિમાનમાં સવાર મુસાફરોનો કોઈ જ ખબર નથી.

  ઉલ્લેખનિય છે કે, હાલમાં જ રશિયાની રાજધાની મોસ્કોના બહારના વિસ્તારમાં એક ઘરેલૂ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયો હતો. જેમાં સવાર 71 લોકોની મોત થઈ ગઈ હતી. રાજધાનીના ડોમોડેડોવો એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ વિમાન ઘટનાનો શિકાર બની ગયો હતો.

  રશિયા મીડિયા રિપોર્ટ અનુસાર ઘરેલૂ સારાટોવા એરલાઈન્સનું વિમાન શોર્ટ-હોલ એએન-148 મુસાફરોને લઈને યૂરાલ વિસ્તારના ઓરસ્ક શહેર માટે રવાના થયા હતા. જે રામેસ્કીમાં ક્રેશ થઈ ગયું હતું. જે વિમાનમાં 65 મુસાફરો અને ક્રૂ મેમ્બર હાજર હતા.
  Published by:Mujahid Tunvar
  First published: