પૂર્વ અફઘાનિસ્તાનમાં પેસેન્જર વિમાન તૂટી પડ્યું, તમામ પ્રવાસીનાં મોતની આશંકા

News18 Gujarati
Updated: January 27, 2020, 4:52 PM IST
પૂર્વ અફઘાનિસ્તાનમાં પેસેન્જર વિમાન તૂટી પડ્યું, તમામ પ્રવાસીનાં મોતની આશંકા
દેહ યાક જિલ્લામાં ઘાની વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું.

તાલિબાનના કબજાવાળા વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં જ તેમાં આગ લાગી ગઈ હતી, મોટી જાનહાનિની આશંકા.

  • Share this:
કાબુલ : અફઘાનિસ્તાનથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. સ્થાનિક મીડિયા મુજબ પૂર્વ અફઘાનિસ્તાનમાં એક પ્લેન દુર્ઘટના સર્જાઈ છે. આ ફ્લાઇટ અરિયાના એરલાઇન્સની હોવાના અહેવાલો વહેતા થયા હતા. જોકે, થોડા સમય પછી અરિયાના એરલાઇન્સે વિમાન પોતાનું હોવાનો ઇન્કાર કર્યો છે.

બીબીસી મુજબ ક્રેશ થતાં જ પ્લેનમાં આગ લાગી ગઈ. દુર્ઘટનામાં કુલ કેટલો લોકોનાં મોત થયા છે તેને લઈને હાલ કંઈ પણ માહિતી નથી. પરંતુ જે રીતે આ દુર્ઘટના થઈ છે તેનાથી કોઈ બચ્યું હોવાની આશંકા નહીંવત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના એ વિસ્તારમાં થઈ છે જ્યાં તાલિબાનનો કબજો છે. સૂત્રો મુજબ દુર્ઘટનાના સ્થળે સ્પેશલ ફોર્સને મોકલવામાં આવી છે.

સ્થાનિક પ્રોવિન્સ ગવર્નર અરીફ નૂરે પ્લેન ક્રેશની પુષ્ટિ કરી છે. નૂરે જણાવ્યું કે, પ્લેન  દેહ યાક જિલ્લામાં ઘાની પ્રોવિન્સમાં સ્થાનિક સમય મુજબ બપોરે 1.10 વાગ્યે થયું. પરંતુ નૂરીના નિવેદનની વિરુદ્ધ અરિયાના એરલાઇન્સે તેમના દાવાને નકારી દેતાં ક્રેશ થયેલું પ્લેન તેમનું નથી એવું નિવેદન આપ્યું છે.

એરલાઇન્સના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, "અરિયાના એરલાઇન્સનું વિમાન નિર્ધારિત સ્થળે પહોંચી ગયું છે. આથી જે વિમાન ક્રેશ થયું છે તે અરિયાના એરલાઇન્સનું નથી."
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर