Home /News /national-international /શૌચાલયમાં પાણી નથી, હું રોકીને બેઠો છું... વ્યક્તિએ કરી ફરિયાદ, રેલવેએ પણ તરત જવાબ આપ્યો

શૌચાલયમાં પાણી નથી, હું રોકીને બેઠો છું... વ્યક્તિએ કરી ફરિયાદ, રેલવેએ પણ તરત જવાબ આપ્યો

એક યુઝરે લખ્યું, 'અરુણ જી માટે આ બહુ જ મોટો સંકટનો સમય છે, હું તેમની ધીરજની પ્રશંસા કરું છું!'

તેણે ટ્વીટ કર્યું કે આજે તે પદ્માવતી એક્સપ્રેસ (Padmavati Express)માં મુસાફરી કરી રહ્યો હતો, જ્યારે તે ટ્રેનમાં ટોઇલેટ યુઝ કરવા ગયો તો ત્યાં પાણી આવતું ન હતું. તેણે પૂછ્યું કે હવે શું કરવું જોઈએ.

નવી દિલ્હી: ભારતીય ટ્રેનોમાં મોટાભાગે લાંબા અંતરની પેસેન્જર ટ્રેનો (Passenger Trains)માં પાણી ખાલી થઇ જવાની પીડા મુસાફરો સારી રીતે જાણે છે. યુપી-બિહાર રૂટ પર દોડતી ટ્રેનોમાં આવી વધુ સમસ્યાઓ જોવા મળી છે. પ્રવાસ દરમિયાન ભારતીય રેલવેના શૌચાલયો (Indian Railway Toilets)માં પાણી ખતમ થવાથી આખી મુસાફરીની મજા બગડી જાય છે. લાખો ફરિયાદો છતાં સમસ્યા ત્યાંની ત્યાં જ હોય છે, જોકે એક મુસાફરે તેની સમસ્યા સોશિયલ મીડિયા (Social Media) પર શેર કરી હતી. ટ્વિટર યુઝર અરુણે ટ્વિટ કરીને ભારતીય રેલવેને આ અંગે ફરિયાદ કરી હતી.

તેણે ટ્વીટ કર્યું કે આજે તે પદ્માવતી એક્સપ્રેસ (Padmavati Express)માં મુસાફરી કરી રહ્યો હતો, જ્યારે તે ટ્રેનમાં ટોઇલેટ યુઝ કરવા ગયો તો ત્યાં પાણી આવતું ન હતું. તેણે પૂછ્યું કે હવે શું કરવું જોઈએ. તેણે વધુમાં જણાવ્યું કે પાણીની અછતને કારણે તે પાછો આવી ગયો છે અને સીટ પર બેઠો છે. તેમજ ટ્રેન 2 કલાક મોડી ચાલી રહી છે. અરુણનું આ ટ્વીટ જોતા જ વાયરલ થયું હતું જેમાં લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.

આ પણ વાંચો: સૂતા પહેલા ફોન જોવો કેટલો યોગ્ય છે? જાણીને તમારી ઉંઘ ઉડી જશે

હવે યાત્રીના આ ટ્વીટ પર ભારતીય રેલવેની પ્રતિક્રિયા આવી છે, જેમા તેમણે અસુવિધા માટે માફી માંગી હતી. રેલવેએ તેમને જરૂરી માહિતી શેર કરવા પણ કહ્યું. જો કે, અન્ય એક ટ્વીટમાં અરુણે તેની મદદ કરવા બદલ ભારતીય રેલવેનો આભાર પણ માન્યો હતો. આ દરમિયાન ઘણા ટ્વિટર વપરાશકર્તાઓએ અરુણની સમસ્યા પર માનવ અધિકાર પંચ અને વિશ્વ આરોગ્ય સંસ્થાને ટેગ કર્યા હતા. એક યુઝરે લખ્યું, 'અરુણ જી માટે આ બહુ જ મોટો સંકટનો સમય છે હું તેમની ધીરજની પ્રશંસા કરું છું!'
First published:

Tags: Indian railways, Passenger train, Social media