'પૈસે દે', કિન્નરોએ અર્ધનગ્ન થઈ પેસેન્જરોને માર માર્યો, વિચિત્ર ઘટનાનો LIVE VIDEO

નાસિકમાં કિન્નરો અને પેસેન્જર વચ્ચે મારામારી

નાસિકના શિંદે ટોલ નાકા પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પૈસા માંગવાના વિવાદમાં કિન્નરોએ ભેગા થઈ મારા મારી કરી મુસાફરોને માર માર્યો હતો.

  • Share this:
    નાસિક : એક માંગ ઉભરી રહી છે કે, ટ્રાન્સજેન્ડર લોકો સાથે સમાજમાં સમાન રીતે વર્તવું જોઈએ. પરંતુ આજે નાસિકના શિંદે ટોલ નાકા પર એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં પૈસા માંગવાના વિવાદમાં કિન્નરોએ ભેગા થઈ મારા મારી કરી મુસાફરોને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

    આ ઘટના આજે બપોરે નાસિકના શિંદે ટોલ નાકા પર બની હતી. હંમેશની જેમ, કિન્નરોની ગેંગે અહીંથી આવતા જતા મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા હતા. જોકે, પૈસાને લઈને એક વ્યક્તિ સાથે વિવાદ શરૂ થઈ ગયો હતો. એક વ્યક્તિ અને તેના મિત્રો સાથે કિન્નરોએ દુરવ્યવહાર કરવાનું શરૂ કરી દીધુ, અને મામલો મારા મારી સુધી પહોંચી ગયો.

    ત્યારબાદ કિન્નરોએ પેસેન્જર સામે હાથ ઉપાડવાનું શરૂ કરી દીધુ. તો મુસાફરોએ પણ સામે વિરોધ કર્યો અને કિન્નરો પર હુમલો કર્યો. ત્યાં હાજર અન્ય કિન્નરોએ પણ મુસાફરોને માર મારવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, પરંતુ એક કિન્નર તો અર્ધ નગ્ન થઈ મારા મારી કરવા લાગ્યા. મુસાફરના માથા પર પથ્થર ફેંકવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.



    આ મારા મારી ચાલી રહી હતી ત્યારે સુરક્ષાકર્મીઓ પણ ત્યાં નજીકમાં હાજર હતા, પરંતુ બધા દર્શક બની જાણે જોઈ જ રહ્યાહતા. કોઈ વચ્ચે પડી મામલો થાળે પાડવાની કોશિસ કરતા ન હતા. આ લડાઈમાં બે મુસાફરો ઘાયલ થયા હતા.

    આ પણ વાંચોબહાદુર દીકરી! 'ચાર બાળકોને ડુબતા જોઈ નદીમાં કૂદી અનુષ્કા', ત્રણને બચાવ્યા, નાની બેનને બચાવતા પોતે મોતને ભેટી

    આ મારા મારી સમયે સ્થળ પર હાજર કોઈપણ વ્યક્તિએ મોબાઈલ ફોનના કેમેરામાં આ ઘટના રેકોર્ડ કરી લીધી હતી. આ પછી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ટોલ પ્લાઝા પર કિન્નરો અને મુસાીફરો વચ્ચે છૂટા હાથની મારા મારી થઈ રહી છે. પૈસા માટે પેસેન્જર્સને બળજબરીથી પકડી તેમની પાસે પૈસા માંગવામાં આવે છે અને તેમની સાથે દુરવ્યવહાર કરવામાં આવે છે. મોટા ભાગના મુસાફરો પૈસા ચૂકવીને ભાગી જવાનો પ્રયાસ કરે છે, જેથી કિન્નરોની હેરાનગતીનો ભોગ ન બનવું પડે. પરંતુ, આજે મામલો એ સ્થિતિએ પહોંચ્યો જ્યાં બે મુસાફરો કિન્નરો સાથે ઝઘડો કરવા ઉતરી પડ્યા.
    Published by:kiran mehta
    First published: