બાબાએ રેપ કરતાં મહિલાએ કાપ્યું હતુ લિંગ, 1 વર્ષ બાદ કરાવી સર્જરી

 • Share this:
  કેરલમાં એક મહિલાએ કથિત રૂપથી બલાત્કારની કોશિશ કરી રહેલા સ્વયંભૂ સંતનું લિંગ કાપી નાખ્યું હતું. તેને ઓપરેશનથી નવું લિંગ મળી ગયું છે. શ્રીહરિ સ્વામી ઉર્ફ ગણેશાનંદ તીર્થપદાએ શરૂઆતમાં કહ્યું હતું કે મહિલાએ નહિં પરંતુ તેને જાતે જ લિંગ કાપી નાખ્યું હતું. જો કે હાલમાં તેને દાવો કર્યો છે કે કેટલાક મોટા લોકોએ ષડતંત્ર કરીને મારા પર હુમલો કર્યો હતો.

  જણાવી દયે કે ગયા વર્ષે મે મહિનામાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે શ્રીહરિ તેમના પરિવારના ધર્મગુરૂ છે અને જ્યારે તે 16 વર્ષની હતી. ત્યારથી તેઓ તેનું યૌન શોષણ કરતા હતા. એક દિવસ જ્યારે શ્રીહરિએ ફરીથી મહિલા પર બળાત્કાર કરવાની કોશિશ કરી તો તેને ચાકુથી તે સંતનું લિંગ કાપી નાખ્યું હતું.

  જ્યારે શ્રીહરિએ પોલીસ સામે દાવો કર્યો હતો કે તેમને પોતે જ પોતાનું લિંગ કાપી નાખ્યું હતું. કારણ કે તેના માટે તેનો કોઈ ઉપયોગ ન હતો. જો કે એનડીટીવીના રિપોર્ટ અનુસાર હવે શ્રીહરિએ કહ્યું, 'ત્યારે મે એટલા માટે એવું કહ્યું હતું કે મારી પાછળ પડેલા લોકો મને છોડી દે હકીહત એવી છે કે જે લોકોની મે ક્યારેક મદદ કરી હતી તેઓએ જ મારી સાથે આવું કર્યું છે.'

  શ્રીહરિએ જણાવ્યું કે લિંગ કાપ્યા બાદ તેઓ પીડિત હતા. જેથી તેઓએ પુરી રીતે તેને હટાવવાની કોશિશ કરી હતી. જો કે ડોક્ટર્સના સંપર્ક બાદ તેમના ઓપરેશન માટે ફરી લિંગ લગાવવામાં આવ્યું હોવાની જાણ થઈ, તેઓ કહે છે કે 'મને હવે યુરીન કરતી વખતે કોઈ પીડાનો સામનો નહિં કરવો પડે'

  ગયા વર્ષે બનેલી આ ઘટના ઘણી ચર્ચામાં રહી હતી. કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ આ મહિલાના વખાણ કર્યા હતા. અને તેને સાહસિક કાર્ય બતાવ્યું હતું.
  Published by:Nisha Kachhadiya
  First published: