8 દિવસ બાદ વાયુસેનાને મળ્યો AN-32નો કાટમાળ, 13 લોકો હતા સવાર

News18 Gujarati
Updated: June 11, 2019, 4:07 PM IST
8 દિવસ બાદ વાયુસેનાને મળ્યો AN-32નો કાટમાળ, 13 લોકો હતા સવાર
AN-32નો કાટકાળ 16 કિમી ઉત્તરમાં લગભગ 12000 ફુટની ઊંચાઈ પર જોવા મળ્યો

AN-32નો કાટકાળ 16 કિમી ઉત્તરમાં લગભગ 12000 ફુટની ઊંચાઈ પર જોવા મળ્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આસામના જોરહાટ એરપોર્ટથી ઉડાણ ભરનારા AN32ના ટુકડા મળ્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર પ્લેનના કેટલાક ટુકડા જ્યાં મળી આવ્યા છે તે અરુણાચલ પ્રદશેમાં એએન-32ની ઉડાણવાળા સ્થળથી 15-20 કિમી ઉત્તરમાં છે. ભારતીય વાયુસેના હેલિકોપ્ટર દળ આ મિશનમાં સામેલ હતું.

વાયુસેના તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યાં IAF Mi-17 હેલિકોપ્ટરની મદદથી AN32નો કાટકાળ 16 કિમી ઉત્તરમાં લગભગ 12000 ફુટની ઊંચાઈ પર જોવા મળ્યો.

વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ પીએસ અહલૂવાલિયાએ ન્યૂઝ18 સાથે કહ્યું કે પહાડો અને જંગલથી ઘેરાયેલો વિસ્તાર હોવાના કારણે પ્લેનને શોધવામાં મુશ્કેલી થઈ જાય છે. આજ કારણે તેને શોધવામાં આઠ દિવસનો સમય લાગી ગયો.ભારતીય વાયુસેનાનું પ્લેન એએન-32 જોરહાટ અરેબેઝથી 3 જૂને ઉડાણ ભર્યા બાદ ગુમ થઈ ગયું હતું. આ પ્લેને બપોરે 12.25 વાગ્યે ઉડાણ ભરી હતી અને છેલ્લી વાર બપોરે 1 વાગ્યે પ્લેનથી સંપર્ક થયો હતો. પ્લેનમાં ચાલક દળના આઠ સભ્યો અને 5 યાત્રી સવાર હતા.
First published: June 11, 2019, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading