Home /News /national-international /યુપીમાં પૂલ તૂટવાથી 12 લોકો નદીમાં ખાબક્યા, 4 યુવકોનું નદીમાં ડૂબવાથી મોત, સરયૂ નદીમાં 4 બાળક તણાયાં

યુપીમાં પૂલ તૂટવાથી 12 લોકો નદીમાં ખાબક્યા, 4 યુવકોનું નદીમાં ડૂબવાથી મોત, સરયૂ નદીમાં 4 બાળક તણાયાં

છઠપૂજા દરમિયાન 4નાં મોત

ગુજરાતમાં મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડવાના પડઘા દેશમાં હજુ શાંત નથી પડ્યાં ત્યાં ઉત્તરપ્રદેશમાં એક પુલ તુટી પડવાની ઘટના સામે આવી છે. યુપીમાં સોમવારે છઠ પૂજા દરમિયાન નદી અને તળાવમાં ડૂબવાથી 4 લોકોના મોત થઈ ગયા. ત્યાં હાજર લોકોએ ત્રણ લોકોનો જીવ બચાવી લીધો. જ્યારે એક બાળક સત્યમ યાદવ(15)નું ડૂબી જવાથી મોત થઇ ગયું છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Uttar Pradesh, India
    ગુજરાતમાં મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડવાના પડઘા દેશમાં હજુ શાંત નથી પડ્યાં ત્યાં ઉત્તરપ્રદેશમાં એક પુલ તુટી પડવાની ઘટના સામે આવી છે. યુપીમાં સોમવારે છઠ પૂજા દરમિયાન નદી અને તળાવમાં ડૂબવાથી 4 લોકોના મોત થઈ ગયા. ત્યાં હાજર લોકોએ ત્રણ લોકોનો જીવ બચાવી લીધો. જ્યારે એક બાળક સત્યમ યાદવ(15)નું ડૂબી જવાથી મોત થઇ ગયું છે.

    ત્યારે, ચંદોલીમાં કર્મનાશા નદી પર બનેલો પુલ અચાનક તુટી પડ્યો. દુર્ઘટનામાં છઠ પૂજા જોવા આવેલા 12થી વધુ લોકો કેનાલમાં પડ્યા. કેનાલમાં પાણી ઓછું હતું એટલા માટે મોટી દુર્ઘટના સર્જાઈ નહીં.

    આ પણ વાંચોઃ ઓરિસ્સામાં મોરબી જેવી દુર્ઘટના, પુલ તૂટવાથી બે ગાડીઓ પડી ગઈ, લોકો ગંભીર રીતે ઘાયલ થયા





    ત્યારે, કુશીનગરના તુર્કપટ્ટી વિસ્તારના માનસરોવર તળાવમાં ડૂબવાથી યુવકનું મોત થઇ ગયું છે. જૌનપુર અર્ઘ્યનો સામાન લઇને જઇ રહેલો યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત થઇ ગયું. દેવરિયામાં છઠ પર મિત્રો સાથે તળાવમાં નહાવા જઇ રહેલા યુવકનું પણ ડૂબી જવાથી મોત થઇ ગયું.

    ચંદોલીના ચકિયા કોતવાલીના સરૈયા ગામમાં લોકો છઠ પૂજા જોવા માટે કર્મનાશા કેનાલના કાંઠે જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આવતો પુલ અચાનક તૂટી પડ્યો. અચાનક બનેલી દુર્ઘટનામાં 12થી વધુ લોકો નહેરમાં પડી ગયા. જોકે, નહેરમાં પાણી ઓછું હોવાને લઇને કોઇને ઇજા નથી થઇ. પરંતુ ઘટનાસ્થળે ભાગદોડ મચી ગઇ.

    ભારે પ્રવાહની ઝપેટમાં આવ્યો યુવક


    આઝમગઢથી ભરસની ગામમાં નાની સરયૂ નદી છે. સવારે ગામની મહિલાઓ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા પહોંચી. આ દરમિયાન ઘાટ પર અંદાજિત 200 બાળકો પણ ગયા. માં ને અર્ઘ્યનો સામાન લઇને કેટલાક બાળકો નદીમાં ઉતર્યા. આ દરમિયાન બાળકો હસી-મજાકમાં એકબીજા પર પાણી ફેંકવા લાગ્યા. નદીમાં બેરિકેટિંગ ન હોવાથી બાળકોને નદીની ઉંડાઈનો અંદાજ ન હતો. તેવામાં તે ઉંડા પાણીમાં ચાલ્યા ગયા અને ડૂબવા લાગ્યા.

    આઝમગઢના SP ગ્રામ્ય રાહુલ રુસિયાએ જણાવ્યું કે, ભરસની ગામથી ગોરખપુર લિંક એક્સપ્રેસ-વેનું નિર્માણ ચાલી રહ્યું છે. જેના માટે નાની સરયૂ નદીથી માટીનું ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામના કારણે નદી ઊંડી થઇ ગઇ. આની માહિતી ન તો સરપંચ કે ન કોઇ ગામના લોકોએ પોલીસને આપી. જો આ મામલે માહિતી તંત્રને હોત તો અહીં પર પણ બેરિકેટિંગ કરવામાં આવી હોત. અંદાજ ન મળવાના કારણે આ દુર્ઘટના થઇ ગઇ.

    ઘટનાસ્થળ પર પહોંચેલા SP ગ્રામ્ય રાહુલ રુસિયાનું કહેવું છે કે, આ ઘાટ પર છઠ પૂજાનું આયોજન થાય છે જેની માહિતી સરપંચ કે ગામલોકો દ્વારા પોલીસને આપવામાં આવી ન હતી. જો આ મામલે તંત્રને માહિતી હોત તો અહીં પર પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હોત.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Chhath Puja 2021, Uttar prades

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन