પોલીસ કોકેઇન ડ્રગ્સનાં માફિયાઓ પર રેડ પાડવા ગઇ હતી. બ્રાઝિલમાં સ્થાનિક માધ્યમોમાં આવેલા અહેવાલો મુજબ, પોલીસે પોપટની ધરપકડ કરી છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, પોલીસ જ્યારે ડ્રગ્સ માફિયાઓ પર રેડ પાડવા ઘરમાં પ્રવેશ કરવા ગઇ કે તરત જ પોપટે તેના માલિકને એલર્ટ કરી દીધા હતા અને ડ્રગ્સ માફિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
પોપટે પોલીસને જોતા જ, પોલીસ, પોલીસ બોલવા લાગ્યો હતો અને તેના માલિકો રેડ વિશે સમજી ગયા અને ત્યાંથી ભાગી છૂટ્યા.
પોલીસને જણાવ્યા અનુસાર, ડ્રગ્સ માફિયાઓએ પોપટને જરૂર આ વિશે તાલીમ આપી હોવી જોઇએ અને એટલે જ, પોલીસને જોતા જ, પોપટ પોલીસ-પોલીસ બોલવા લાગ્યો હતો.
જો કે, આ પછી પોલીસે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી લીધી હતી. જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.
પોલીસે પોપટને તેની કસ્ટડીમાં લઇ લીધો હતો અને પાંજરામાં પૂરી દીધો હતો.
પોલીસે ધરપકડ કર્યા પછી પોપટ ચૂપ થઇ ગયો હતો. સૌને આશ્ચર્ય થયુ હતુ કે, પોલીસ કસ્ટડીમાં આવ્યા પછી પોપટ ચૂપ કેમ થઇ ગયો.
આ દરમિયાન એક પર્યાવરણવીદ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોપટને છોડી દેવા માટે પોલીસને વિનંતી કરી હતી. આ પછી આ પોપટને સ્થાનિક પ્રાણીસંગ્રહાલયમાં લઇ ગયા હતા.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર