સોમવારથી સંસદનું બજેટ સત્ર, આ અધ્યદેશ પર રહેશે મોદી સરકારનું જોર

News18 Gujarati
Updated: June 16, 2019, 3:58 PM IST
સોમવારથી સંસદનું બજેટ સત્ર, આ અધ્યદેશ પર રહેશે મોદી સરકારનું જોર
મોદી સરકારના મંત્રીઓએ આ અધ્યાદેશને પાસ કરાવવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકત કરી છે

મોદી સરકારના મંત્રીઓએ આ અધ્યાદેશને પાસ કરાવવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકત કરી છે

  • Share this:
નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા સંસદ સત્ર આવતીકાલથી એટલે કે 17 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દળોને સંસદ સત્રમાં સહયોગ આપવા અપીલ કરી છે. 17મી લોકસભા પહેલા સંસદ સત્ર 17 જૂનથી 26 જૂલાઈ સુધી ચાલશે. બતાવવામાં આવી રહ્યું છે કે, 19 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી થશે, અને 5 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમન બજેટ રજૂ કરશે.

લોકસભા સત્રના પહેલા બે દિવસ તમામ નિર્વાચીન સભ્યોને સદનની સભ્યતાની શપત અપાવવામાં આવશે. 19 જૂને સ્પીકરની ચૂંટણી બાદ 20 જૂને સંસદના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ સંબોધિત કરશે. આ વખતે સંસદ સત્રમાં સરકાર કેટલાક મોટા બિલ પર કાયદો બનાવવાનો પ્રયાસ કરશે. મોદી સરકારની કોશિસ છે કે, સંસદના પહેલા સત્રમાં 10 અધ્યાદેશને કાયદામાં બદલવામાં આવે. જોકે, સરકાર માટે આ કરવું સરળ નહી હોય. રાહુલ ગાંધીએ પહેલા જ કહી દીધુ છે કે, કોંગ્રેસના સાંસદોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ તે તમામ લડાઈ લડશે. જે 10 અધ્યદેશોમાં ટ્રિપલ તલાક, ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ સંશોધન, જમ્મુ-કાશ્મીર આરક્ષણ, કંપની અને બેનિંગ ઓફ એનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ જેવા અધ્યાદેશ સામેલ છે.

વિપક્ષી નેતાઓને સહયોગની અપીલ

મોદી સરકારના મંત્રીઓએ આ અધ્યાદેશને પાસ કરાવવા માટે વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકત કરી છે. મોદી સરકારના સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સોનિયા ગાંધીને મળી અધ્યાદેશમાં સહયોગની અપીલ કરી. આ અવસર પર તેમની સાથે નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર હતા. આ સાથે જ બંને નેતાઓએ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ સાથે પણ મુલાકાત કરી.

આ અધ્યાદેશો પર કાયદો બનાવવા પર રહેશે જોર
મોદી સરકારની પૂરી કોશિસ રહેશે કે, ત્રણ તલાક પર રોક સંબંધિ અધ્યાદેશને તે બંને સદનમાં પાસ કરી લે. આ સિવાય જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સંશોધન) અધ્યાદેશ, કંપની (સંશોધન) અધ્યાદેશ, આધાર અને અન્ય કાયદા અધ્યાદેશ, ભારતીય ચિકિત્સા પરિષદ(સંશોધન) અધ્યાદેશ, નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થા કેન્દ્ર અધ્યાદેશ, હોમ્યોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) અધ્યાદેશ, વેશેષ આર્થિક ક્ષેત્ર (સંશોધન) અધ્યાદેશ અને કેન્દ્રીય શૈક્ષિક સંસ્થાન (શિક્ષક સંવર્ગમાં આરક્ષણ) અધ્યાદેશ સામેલ છે.
First published: June 16, 2019, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading