સોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ

સોશિયલ મીડિયાના દૂરઉપયોગ મામલામાં સંસદીય સમિતિએ ફેસબુક, ટ્વિટરને કર્યા તલબ
પ્રતિકાત્મક તસવીર

બંને કંપનીઓના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમિતિ સામે હાજર થવું પડશે

 • Share this:
  નવી દિલ્હી : સૂચના પ્રોદ્યોગિકી પર સંસદીય સ્થાયી સમિતિએ (Parliamentary Standing Committee)સોશિયલ મીડિયાના દૂરઉપયોગને રોકવાના મામલામાં 21 જાન્યુઆરીએ ફેસબુક (Facebook)અને ટ્વિટરના (Twitter)અધિકારીઓને તલબ કર્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે સમિતિએ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને સોશિયલ ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ સ્પેસમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દા પર ચર્ચા માટે ફેસબુક અને ટ્વિટરના અધિકારીઓને તલબ કર્યા છે. બંને કંપનીઓના અધિકારીઓને 21 જાન્યુઆરીએ સમિતિ સામે હાજર થવું પડશે.

  સંસદીય સમિતિએ આ પ્રસ્તાવ એવા સમયે મોકલ્યો છે જ્યારે ડેટા પ્રાઇવસીને લઈને ઘણો હંગામો ચાલી રહ્યો છે. બેઠક માટે આધિકારિક એજન્ડામાં સાંસદોને કહેવામાં આવ્યું છે. આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઓક્ટોબરમાં ડેટા પ્રોટેક્શન અને પ્રાઇવસીના મામલાને લઈને સંયુક્ત સંસદીય સમિતિ સામે હાજર થયા હતા.  આ પણ વાંચો - ભારત પાસેથી કોરોના વેક્સીન લેશે નેપાળ, સપ્લાઇની જાહેરાત આગામી સપ્તાહે સંભવ

  ઓગસ્ટ મહિનામાં પ્રકાશિત વોલ સ્ટ્રીટ જર્નલનો રિપોર્ટ સામે આવ્યા પછી ફેસબુકને સ્પષ્ટ રાજનીતિક પૂર્વાગ્રહના આરોપોનો સામનો કરવો પડ્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મો વચ્ચે જવાબદેહી વધારવાના ઉદ્દેશ્યો સાથે નવી સ્થાયી સમિતિ રચવામાં આવી હતી.

  આ પહેલા એવો રિપોર્ટ્સ સામે આવ્યો હતો કે આ કમિટી રાજનીતિક પૂર્વગ્રહોના મુદ્દા પર વહેંચાઈ ગઈ હતી. આ પેનલના કેટલાક સભ્યોએ દાવો કર્યો હતો કે તે સત્તારુઢ એનડીએની છાપ ખરાબ કરવા માટે જાણી જોઈને કરેલો એક પ્રસાસ હતો.
  Published by:Ashish Goyal
  First published:January 17, 2021, 22:37 pm

  ટૉપ ન્યૂઝ