Parliament Session: આજથી સંસદનું શિયાળુ સત્ર (Winter session of Parliament) શરૂ થવાનુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં (All Party meeting) પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP) એ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ટીકા કરી હતી. સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદા (Farm law) રદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થાય છે. જેમાં તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર બેન મુકવાનો પ્રસ્તાવ છે.
આર્થિક ક્ષેત્રે સુધારા કરવા માટેના બિલ સામેલ
આ સાથે આ સત્રમાં ઈલેક્ટ્રિસિટી સેક્ટરમાં સ્પર્ધા વધે તે માટે અને ગ્રાહકોને વધારે વિકલ્પ મળે તે માટેનુ બિલ પણ મુકવામાં આવશે.જેમાં ખાનગી કંપનીઓને મંજૂરી આપવાનો પ્રસ્તાવ હોવાનુ કહેવાઈ રહ્યુ છે. જેમાં પેન્શન, ઈલેક્ટ્રીસિટિ, બેન્કિંગ અને આર્થિક ક્ષેત્રે સુધારા કરવા માટેના બિલ સામેલ છે.
લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.
આ ઉપરાંત વિપક્ષે માંગણી કરી છે કે, સરકારે આ સત્રમાં મહિલા અનામત બિલને પણ રજુ કરવું જોઇએ. આ માગ કરનારા પક્ષોમાં ટીએમસી, વાએસઆર કોંગ્રેસ, ડીએમકેનો સમાવેશ થાય છે. 2010થી મહિલા અનામત બિલ સંસદમાં પડતર છે. જેમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં 33 ટકા અનામતની જોગવાઇ કરાઇ છે. આ અનામત 15 વર્ષ સુધી મહિલાઓને આપવાની માગ કરાઇ છે. હવે આ બિલને ફરી ચર્ચા માટે સંસદમાં રજુ કરવાની માગ વિપક્ષ કરી રહ્યો છે.
દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે
સંસદનું આ શિયાળુ સત્ર આજથી, સોમવારથી શરૂ થઇને 23મી ડિસેમ્બર સુધી ચાલશે. બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષોએ પોત પોતાના સાંસદોને આ શિયાળુ સત્રમાં સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. જેથી દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર