Home /News /national-international /Parliament Winter Session: અમે ઇચ્છીએ છીએ કે, સંસદમાં સવાલ અને શાંતિ બંને હોય: PM મોદી

Parliament Winter Session: અમે ઇચ્છીએ છીએ કે, સંસદમાં સવાલ અને શાંતિ બંને હોય: PM મોદી

Parliament Winter Session: 'સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા માટે તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે.'

Parliament Winter Session: 'સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા માટે તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે.'

Parliament Session: આજથી સંસદનું શિયાળુ સત્ર (Winter session of Parliament) શરૂ થવાનુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. ત્યારે પીએમ મોદીએ (PM Narendra modi in Winter Session) શિયાળુ સત્ર શરૂ થતા પહેલા જણાવ્યું કે, આ સંસદનું (Parliament) મહત્ત્વપૂર્ણ સત્ર છે. દેશના નાગરિક સારું સત્ર ઇચ્છે છે.

'આ સંસદનું મહત્વપૂર્ણ સત્ર છે'

શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું- 'આ સંસદનું મહત્વપૂર્ણ સત્ર છે. દેશના નાગરિકો સારું સત્ર ઈચ્છે છે. તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

'સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર'

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, તમે ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કામ કર્યું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું. સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા માટે તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે.

આ પણ વાંચો - Parliament Session: આજથી શરૂ થશે સંસદનુ શિયાળુ સત્ર, ગરમ માહોલ વચ્ચે સરકાર રજૂ કરશે 30 બિલ

પીએમ મોદીએ કહ્યું- આ કોરોના કાળના સંકટમાં દેશના 80 કરોડ નાગરિકોને વધુ તકલીફ ન પડે, તેથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાંથી મફત અનાજની યોજના ચાલી રહી છે. હવે આ યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે.

'દેશમાં કોરોના રસીના 150 કરોડ ડોઝ તરફ આગળ વધી રહ્યો છે'

પીએમ મોદીએ કહ્યું, 'છેલ્લા સત્ર પછી, કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં પણ, દેશ કોરોના રસીના 100 કરોડથી વધુ ડોઝનો આંકડો પાર કરી ગયો છે અને 150 કરોડ તરફ આગળ વધી રહ્યો છે. નવા વેરિઅન્ટના સમાચાર પણ આપણને વધુ સાવધાન અને સજાગ બનાવે છે.
" isDesktop="true" id="1156005" >

નોંધનીય છે કે, શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP) એ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) ટીકા કરી હતી. સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદા (Farm law) રદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થાય છે. જેમાં તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સી પર બેન મુકવાનો પ્રસ્તાવ છે.
First published:

Tags: Indian Parliament, Parliament winter session, પીએમ નરેન્દ્ર મોદી, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો