Parliament Winter Sessionમાં 48 કલાક ચર્ચા કર્યા બાદ 10 બિલ પાસ: કયા Billમાં કેટલો સમય ચર્ચા થઈ? અહી જાણો
Parliament Winter Sessionમાં 48 કલાક ચર્ચા કર્યા બાદ 10 બિલ પાસ: કયા Billમાં કેટલો સમય ચર્ચા થઈ? અહી જાણો
સંસદની ફાઈલ તસવીર
Parliament Winter Session news: સંસદના બંને ગૃહ (Parliament two houses) બુધવારના રોજ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. PRSની વેબસાઈટ (PRS websites) પર ઉપલબ્ધ આંકડા અનુસાર લોકસભા (Loksabha)માં ચર્ચા કરવા માટે કુલ 83.2 કલાક નક્કી કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર (Parliament Winter Session) માં મંગળવાર 21 ડિસેમ્બર સુધીમાં 12 બિલ રજૂ કરવામાં આવ્યા જેમાંથી 10 બિલ પસાર થયા છે. તેમાંથી બે બિલ એવા હતા જે ગત સત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સંસદના બંને ગૃહ (Parliament two houses) બુધવારના રોજ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. PRS ની વેબસાઈટ પર ઉપલબ્ધ આંકડા અનુસાર લોકસભા (Loksabha) માં ચર્ચા કરવા માટે કુલ 83.2 કલાક નક્કી કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર 26.5 કલાક કામ કરવામાં આવ્યું છે. નીચલા ગૃહમાં મોટાભાગનો સમય (37 કલાક) બિન કાયદાકીય કાર્યોમાં પસાર થયો. રાજ્યસભામાં 45.4 કલાકમાંથી માત્ર 21.7 કલાક ચર્ચા કરવામાં આવી.
લોકસભામાં બે મિનિટની ચર્ચા અને રાજ્યસભામાં 8 મિનિટની ચર્ચા બાદ કૃષિ કાયદાને રદ્દ કરવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. ટેકનિકલ સહાયક પ્રજનન પ્રોદ્યોગિકી વિનિયમન બિલ પર લોકસભામાં ત્રણ કલાક અને 51 મિનિટ ચર્ચા કરવામાં આવી. જેમાં 18 સાંસદોએ ચર્ચામાં ભાગ લીધો. રાજ્યસભામાં તેના પર 1 કલાક 17 મિનિટ ચર્ચા થઈ જેમાં, 14 સાંસદોએ ભાગ લીધો.
આ બિલ પર સૌથી વધુ ચર્ચા કરવામાં આવી
શિયાળુ સત્ર દરમિયાન પસાર કરેલ બિલમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ (વેતન અને સેવાની શરતો) સંશોધન બિલ પર સૌથી વધુ ચર્ચા કરવામાં આવી. આ બિલ પર 9 કલાક અને 3 મિનિટ સુધી કરવામાં આવી જેમાં 27 લોકસભા સાંસદ અને 17 રાજ્યસભા સાંસદોએ વાદવિવાદ કર્યો.
બંધ સુરક્ષા બિલ, 2019 ચર્ચાના મામલે બીજા નંબર પર રહ્યું. આ બિલ પર 9 કલાક 1 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી. 2 ડિસેમ્બર 2021 ના રોજ રાજ્યસભાના 22 સભ્યોએ 4 કલાક અને 24 મિનિટ સુધી ચર્ચા કરી હતી. લોકસભાના 31 સભ્યોએ 37 મિનિટ સુધી આ બિલ પર 37 મિનિટ સુધી ચર્ચા કરી ત્યારબાદ, આ બિલ પસાર કરવામાં આવ્યું.
મહતવપૂર્ણ ચૂંટણી કાયદો (સંશોધન) બિલ મીડિયા વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો હતો. આ બિલ પર કુલ 1 કલાક અને 29 મિનિટ ચર્ચા કરવામાં આવી હતી. લોકસભામાં આધારને મતદાન ચૂંટણી કાર્ડ સાથે જોડનાર આ બિલ માત્ર 26 મિનિટમાં પસાર કરી દેવામાં આવ્યું હતું.