Parliament winter session: સંસદમાં શિયાળા સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદો રદ્દ કરી શકે છે સરકાર
Parliament winter session: સંસદમાં શિયાળા સત્રના પ્રથમ દિવસે કૃષિ કાયદો રદ્દ કરી શકે છે સરકાર
સંસદના શિયાળા સત્રના પ્રથમ દિવસે જ કૃષિ કાયદો રદ્દ કરવામાં આવશે. (ફાઈલ તસવીર)
Parliament winter session: માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે, 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં આ કાયદાઓને રદ્દ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કોરાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને શિયાળાસત્રનું આયોજન કરવામાં આવશે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janta Party)એ તેમાન રાજ્યસભાના સાંસદો (Rajyasabha MP) માટે ત્રણ લાઈનનું વ્હીપ (BJP Issue 3 line whip) જાહેર કરી 29 નવેમ્બરે સંસદમાં રજૂ કરવાના આદેશ આપ્યા છે. મળતી માહિતી અનુસાર સંસંદના શિયાળાસત્રના પહેલા દિવસે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ (Three Farm Laws) રદ્દ કરવાનો નિર્ણય કરી શકે છે. વ્હિપમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે સદનમાં એક મહત્વપૂ્ણ ચર્ચા કરી છે અને બિલ રદ્દ કરવા માટે પાર્ટીના તમામ સભ્યો સરકારના સમર્થનમાં ઉપસ્થિત રહેશે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે રાષ્ટ્રને સંબોધનમાં ત્રણેય કૃષિ કાયદાઓ રદ્દ કરવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે ત્રણ કૃષિ કાયદાને રદ કરવાના બિલને મંજૂરી આપી દીધી છે. સંસદના શિયાળા સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરવા સંબંધિત બિલો રજૂ કરવા માટે સૂચિબદ્ધ છે. કેબિનેટની બેઠક બાદ અનુરાગ ઠાકુરે પત્રકારોને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચવા અંગેની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
બંને ગૃહોમાં સત્ર દરમિયાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે
માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું કે 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાં આ કાયદાઓને રદ્દ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સંસદનું શિયાળુ સત્ર 29 નવેમ્બરથી શરૂ થશે અને 23 ડિસેમ્બર સુધી ચાલશે. છેલ્લા દોઢ વર્ષમાં યોજાયેલા સંસદ સત્રની જેમ શિયાળુ સત્ર પણ કોવિડ-19 પ્રોટોકોલને અનુસરીને યોજાશે. સત્ર દરમિયાન લગભગ 20 બેઠકો યોજાશે.
મહત્વનું છે કે, આ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં 40 જેટલા ખેડૂત સંગઠનો છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પક્ષોના ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય એક્ટ, એગ્રીકલ્ચર પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ એગ્રીકલ્ચર સર્વિસ એગ્રીમેન્ટ એક્ટ અને એસેન્શિયલ કોમોડિટી એમેન્ડમેન્ટ એક્ટ, 2020 લાવી હતી.
લગભગ એક વર્ષથી વિરોધ કરી રહેલા ખેડૂતોના સંગઠનોની મુખ્ય માંગ આ ત્રણ કાયદાને રદ કરવાની છે. જ્યારે સરકારે આ કાયદાઓને ખેડૂતોની આવક વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું, ત્યારે ખેડૂતોએ કહ્યું હતું કે, આ કાયદાઓ તેમને કોર્પોરેટ ગૃહો પર નિર્ભર બનાવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર