Home /News /national-international /ખડગેના નિવેદન પર હોબાળો: ભાજપના લોકોના ઘરમાંથી આઝાદીની લડાઈમાં એક કૂતરો પણ મર્યો નથી, ભાજપે સંસદમાં કહ્યું કે ખડગે માફી માગે
ખડગેના નિવેદન પર હોબાળો: ભાજપના લોકોના ઘરમાંથી આઝાદીની લડાઈમાં એક કૂતરો પણ મર્યો નથી, ભાજપે સંસદમાં કહ્યું કે ખડગે માફી માગે
ખડગેના નિવેદન પર હોબાળો
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કૂતરાવાળા નિવેદન મુદ્દે સંસદમાં હોબાળો થયો છે. ભાજપે ખડગેની માફીની માગ કરી છે. ભાજપે કહ્યું હતું છે કે તેમણે દેશની સામે જુઠ્ઠાણું રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પીયૂષ ગોયલે કહ્યું કે ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. હું તેમના અભદ્ર ભાષણની સખત નિંદા કરું છું. સાથે જ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ ડુપ્લીકેટ કોંગ્રેસ છે. નકલી કોંગ્રેસ. આ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી.
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કૂતરાવાળા નિવેદન મુદ્દે સંસદમાં હોબાળો થયો છે. ભાજપે ખડગેની માફીની માગ કરી છે. ભાજપે કહ્યું હતું છે કે તેમણે દેશની સામે જુઠ્ઠાણું રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા પીયૂષ ગોયલે કહ્યું કે ખડગેએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. હું તેમના અભદ્ર ભાષણની સખત નિંદા કરું છું. સાથે જ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ ડુપ્લીકેટ કોંગ્રેસ છે. નકલી કોંગ્રેસ. આ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. તે જ સમયે, કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે તેઓ તેમના શબ્દો પર અડગ
રાજ્યસભામાં ભાજપના નેતા પીયૂષ ગોયલે કહ્યું હતું કે અલવરમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે અભદ્ર ભાષણ આપ્યું હતું. તેમણે જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો, પાયાવિહોણી વાતો કહી અને દેશની સામે જુઠ્ઠાણાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ખડગેએ ભાજપ, સંસદ અને દેશની જનતાની માફી માગવી જોઈએ. ખડગેએ આપણને તેમની માનસિકતાની ઝલક દર્શાવી છે.
પીયૂષ ગોયલે કહ્યું હતું કે આઝાદી પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ. ખડગે જી આનું જીવતુંજાગતું ઉદાહરણ છે અને દેશને બતાવે છે કે ગાંધીજીએ જે કહ્યું હતું એ સાચું હતું અને તેઓ એવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેમને બોલતા પણ આવડતું નથી. જ્યાં સુધી તેઓ માફી નહિ માગે ત્યાં સુધી તેમને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી.
ખડગેનો રાજ્યસભામાં જવાબ
બીજી તરફ ખડગેએ કહ્યું- રાજસ્થાનના અલવરમાં ભારત જોડો યાત્રા દરમિયાન મેં જે કહ્યું એ ગૃહની બહાર કહ્યું હતું. મેં જે કહ્યું એ રાજકીય રીતે ગૃહની બહાર કહ્યું હતું, ગૃહની અંદર નહિ. એ બાબતે અહીં કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું- હું હજુ પણ કહી શકું છું કે આઝાદીની લડાઈમાં તેમની કોઈ ભૂમિકા નહોતી.
ભાજપના લોકોના ઘરમાંથી આઝાદીની લડાઈમાં એક કૂતરો પણ મર્યો નથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમના તરફથી એવો આગ્રહ હતો કે કોંગ્રેસના ઘણા નેતાઓએ આઝાદીની લડાઈમાં પોતાનો જીવ આપ્યો, પરંતુ ભાજપના લોકોના ઘરેથી આઝાદીની લડાઈમાં એક 'કૂતરો' પણ મર્યો નથી. ખડગેએ કહ્યું કે અમે દેશને આઝાદી અપાવી અને ઈન્દિરા અને રાજીવ ગાંધીએ દેશની એકતા માટે પોતાનો જીવ આપ્યો, પરંતુ તમે શું કર્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખડગેના વાંધાજનક નિવેદનને લઈને આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. જ્યારે ભાજપે ખડગેની માફીની માગ કરી હતી. જ્યારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તેમણે આ નિવેદન સંસદની બહાર આપ્યું હતું. ખડગે પર પ્રહાર કરતાં બીજેપી નેતા પીયૂષ ગોયલે કહ્યું હતું કે તેમને સંસદમાં રહેવાનો કોઈ હક નથી. કોંગ્રેસના કારણે જમ્મુ- કાશ્મીરની આવી હાલત થઈ છે. ગોયલે વધુમાં કહ્યું હતું કે ગઈકાલે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અભદ્ર ભાષણ આપ્યું હતું. તેમણે જે રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને પાયાવિહોણી વાતો કહી અને દેશની સામે ખોટી વાતો રજૂ કરવાના પ્રયાસ કર્યા હતા, હું તેની નિંદા કરું છું. ગોયલે માફી માગવાની માગ કરી હતી.
ખડગેના નિવેદન પર હોબાળો
રાજસ્થાનના અલવરમાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે દેશને આઝાદી અપાવી અને દેશની એકતા માટે ઈન્દિરા અને રાજીવ ગાંધીએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અમારા પક્ષના નેતાઓએ જીવ આપ્યો, તમે શું કર્યું? ભાજપના લોકોનાં ઘરમાંથી આઝાદીની લડાઈમાં એક કૂતરો પણ મર્યો નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે ચીનના આક્રમક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ, પરંતુ સરકાર ચર્ચા માટે તૈયાર નથી. એ બહારથી સિંહની જેમ વાત કરે છે, પરંતુ ખરેખરમાં તે ઉંદરની જેમ ચાલ ચાલે છે. અમે દેશની સાથે છીએ, પરંતુ સરકાર માહિતી છુપાવી રહી છે.
રાજ્યસભામાં હોબાળો
ચીન મુદ્દે ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે, જ્યારે રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો હજુ પણ ચાલુ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર