Home /News /national-international /નવ નિર્વાચિત લોકસભાનું પહેલું સત્ર આજથી, નહીં જોવા મળે આ દિગ્ગજ

નવ નિર્વાચિત લોકસભાનું પહેલું સત્ર આજથી, નહીં જોવા મળે આ દિગ્ગજ

સંસદ (ફાઇલ તસવીર)

હજુ સુધી કોંગ્રેસે ગૃહમાં પોતાના નેતાની જાહેરાત નથી કરી, પહેલા દિવસે સભ્યોને અપાવાશે શપથ

ન્યૂઝ18 ગુજરાતી : નવી ચૂંટાયેલી લોકસભાનો પહેલું સત્ર આજથી શરૂ થશે. સત્ર શરૂ થવાની સાથે જ સાંસદોને તેમના પદ અને ગુપ્તતાના શપથ અપાવવામાં આવશે. આ સત્રમા્ર અનેક વાતો નવી હશકે. આ વખતે અનેક ચહેરા સંસદમાં નહીં જોવા મળે જે દાયકાઓ સુધી લોકસભા કે રાજ્યસભામાં પોતાની છાપ છોડતા રહ્યા. ભારે બહુમતની સાથે આવેલા ભાજપના જ અનેક ચહેરા આ વખતે સંસદમાં નહીં જોવા મળે.

સુષ્મા, અડવાણી અને જોશી હવે ગૃહમાં નહીં જોવા મળે

ભાજપના દિગ્ગજ નેતાઓમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને સુષ્મા સ્વરાજ હવે સંસદમાં નહીં જોવા મળે. ત્રણેયે જ આ ચૂંટણીમાં ન લડવાનો નિર્ણય લીધો હતો. તેની સાથે જ પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન અને ઉમા ભારતી પણ ચૂંટણી ન લડવાના કારણે સંસદમાં નહીં જોવા મળે. બીજી તરફ, કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે લોકસભા ચૂંટણી હારવાના કારણે સંસદ સુધી નથી પહોંચી શક્યા. તેમની સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાની પરંપરાગત સીટ ગુના ગુમાવી ચૂક્યા છે. બીજી તરફ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પણ રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને તેઓ પણ ચૂંટણી નથી લડી રહ્યા. એવામાં સિંહ પણ હવે સંસદમાં નહીં જોવા મળે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા પણ લોકસભા ચૂંટણી હારી ગયા છે. એવામાં તેઓ પણ સંસદ સુધી નહીં પહોંચી શકે.

કોંગ્રેસના નેતા કોણ?

સંસદ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને હજુ સુધી કોંગ્રેસે ગૃહમાં પોતાના નેતાની જાહેરાત નથી કરી. આ સંબંધમાં કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હજુ સમય છે, લોકસભા 20 જૂનથી શરૂથી જ વાસ્તવિક રીતે કામ કરશે. શરૂઆતના દિવસોમાં તો નવા સભ્યોને શપથ અપાવાવશે અને વહિવટી કાર્યોમાં જ પસાર થશે.

5 જુલાઈએ રજૂ થશે બજેટ

સંસદનું સત્ર શરૂ થયા બાદ 5 જુલાઈના રોજ નવી સરકાર પોતાનું પૂર્ણ બજેટ રજૂ કરશે. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં બજેટ રજૂ કરશે અને ઈન્દિરા ગાંધી બાદ આવું કરાનારી પહેલી મહિલા નાણા મંત્રી હશે.

આ પણ વાંચો, સોમવારથી સંસદનું બજેટ સત્ર, આ અધ્યદેશ પર રહેશે મોદી સરકારનું જોર
First published:

Tags: Lok sabha election 2019, Parliament, Rajyasabha, કોંગ્રેસ, ભાજપ, લોકસભા