રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યા 50 બેંક ડિફોલ્ટર્સનાં નામ, અનુરાગ ઠાકુરે કહ્યું, વેબસાઇટ પર જોઇ લો

રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યા 50 બેંક ડિફોલ્ટર્સનાં નામ, અનુરાગ ઠાકુરે કહ્યું, વેબસાઇટ પર જોઇ લો
4. વર્ષ 2004માં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA)ની સરકાર બની. અને રાહુલ ગાંધી યુવા નેતા તરીકે સ્થાપિત થયા. જાન્યુઆરી 2006માં હૈદરાબાદમાં કોંગ્રેસનું એક સંમેલન ચાલી રહ્યું હતું. ત્યારે અનેક યુવા તેનાઓ તે કોંગ્રેસમાં મોટું પદ લે તેવી માંગણી કરી રહ્યા હતા. જ્યાં તેમણે મોટું પદ કોંગ્રેસમાં લેવાની ના પાડી હતી.

રાહુલ ગાંધીનાં આ સવાલ પર કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે ઘણાં આંકડા ગણાવ્યાં.

 • Share this:
  નવી દિલ્હી : યસ બેંક (Yes Bank) સંકટ વચ્ચે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) લાકસભામાં (Loksabha) બેંક ડિફોલ્ટર્સનો (Bank defaulters) મુદ્દો ઉઠાવ્યો હતો. સોમવારે સદનની કાર્યવાહી શરૂ થતા જ યસ બેંક મામલે વિપક્ષે હંગામો કર્યો. જે બાદ રાહુલ ગાંધીએ સરકારને સવાલ કર્યો કે, દેશની 50 ટોપ ડિફોલ્ટર્સ બેંક કઇ છે. જે બાદ સદનમાં ફરીથી હંગામો શરૂ થયો.

  રાહુલ ગાંધીનાં આ સવાલ પર કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે ઘણાં આંકડા ગણાવ્યાં. તેમણે જણાવ્યું કે, વેબસાઇટ પર વિલફુલ ડિફોલ્ટર્સનાં નામ મળી જશે. આમા છૂપાવવા જેવી કોઇ વાત નથી. તમેણે કૉંગ્રેસ પર નિશાનો સાધીને કહ્યું કે, બેન્કોએ આ પૈસા રાહુલ ગાંધીની સરકારના સમયે આપ્યા હતા. ઠાકુરે રાહુલ પર કટાક્ષ કરતા કહ્યું કે, કેટલાક લોકો પોતાના પાપ બીજા માથે નાખવા માંગે છે. સદનના એક વરિષ્ઠ સભ્ય દ્વારા પૂછવામાં આવેલો સવાલ તેમની વિષયમાં સમજ ઓછી હોવાની વાત દર્શાવે છે.  નાણાં મંત્રીએ વધુમાં કહ્યું કે, કૉંગ્રેસની સરકારમાં લોકો પૈસા લઇને વિદેશ ભાગી ગયા અને દેશ છોડીને ભાગી ગયા. અમારી સરકાર ભાગડુઓ પર એક્શન લઇ રહી છે. અમારી સરકારે ચાર લાખ એકત્રીસ હજાર કરોડ વસૂલ્યા છે. તેમણે યસ બેંક સંકટ પર કહ્યું કે, આ બેંકની તમાન ડિપોઝીટ સુરક્ષિત છે. સરકાર યસ બેંકનાં રિકન્સ્ટ્રક્શન પર અનેક પગલા લઇ રહી છે.

  બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે, સાંસદ હોવાના કારણે સદનમાં સવાલ કરવાનો અધિકાર છે પરંતુ સરકારે તેમના સવાલોનાં જવાબ ન આપ્યાં. સરકાર મુદ્દાથી પાછળ ખસી રહી છે.
  Published by:News18 Gujarati
  First published:March 16, 2020, 14:36 pm

  ટૉપ ન્યૂઝ