જ્યારે સંસદમાં ગૂંજ્યો એક જ સવાલ- ક્યાં છે રાહુલ ગાંધી?

રાહુલની ગૃહમાં ગેરહાજરી પર ભાજપે પૂછ્યું, ભારતીય લોકતંત્ર પ્રતિ શું તેમનું આજ સન્માન છે

News18 Gujarati
Updated: June 17, 2019, 12:52 PM IST
જ્યારે સંસદમાં ગૂંજ્યો એક જ સવાલ- ક્યાં છે રાહુલ ગાંધી?
રાહુલની ગૃહમાં ગેરહાજરી પર ભાજપે પૂછ્યું, ભારતીય લોકતંત્ર પ્રતિ શું તેમનું આજ સન્માન છે
News18 Gujarati
Updated: June 17, 2019, 12:52 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : 17મી લોકસભાના પહેલા સત્રની શરૂઆત સોમવારથી થઈ ગઈ છે. પહેલા દિવસે પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમારે વડાપ્રધાન મોદી સહિત ગૃહના નવ-નિર્વાચિત સભ્યોને સાંસદ પદના શપથ લેવડાવ્યા, પરંતુ ગૃહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જોવા ન મળ્યા. આ દરમિયાન પીએમ મોદી સાંસદના શપથ લીધા બાદ સહી કરવા માટે પ્રોટેમ સ્પીકરની તરફ આગળ વધ્યો, તો સાંસદોએ પૂછી લીધું- રાહુલ ગાંધી છે ક્યાં?

ગૃહમાં રાહુલ ગાંધી ગેરહાજર રહેતાં ભાજપે પણ સવાલ ઉઠાવ્યા. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે કહ્યું કે, લોકસભા સત્રના પહેલા દિવસે રાહુલ ગાંધી ગૃહમાં ક્યાં ન દેખાયા. રાહુલની ગૃહમાં ગેરહાજરી પર માલવીયે પૂછ્યું કે ભારતીય લોકતંત્ર પ્રતિ શું તેમનું આજ સન્માન છે.

આ પણ વાંચો, લોકસભા સત્ર: PM મોદીએ લીધા શપથ, કહ્યુ- વિપક્ષ નંબરની ચિંતા છોડી લોકોના મુદ્દા ઉઠાવે

નોંધનીય છે કે, રાહુલ ગાંધી કેરળના વાયનાડના પ્રવાસથી સીધા વિદેશ યાત્રા પર ચાલ્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમની લંડન જવાની વાત કહેવામાં આવી રહી છે. જોકે, કોંગ્રેસ પાર્ટી તરફથી તેની પર કોઈ સ્પષ્ટીકરણ નથી આવ્યું. બીજી તરફ, ન્યૂઝ18 મુજબ રાહુલ ગાંધી આજે જ વિદેશ પ્રવાસથી પરત ફર્યા છે, થોડીવારમાં તે સંસદ માટે રવાના થશે.

પાર્ટી મીટિંગમાં સામેલ નથી થઈ રહ્યા રાહુલ ગાંધી

રાજીનામાની જીદ પર અડગ રાહુલે કોંગ્રેસને પોતાનું રિપ્લેસમેન્ટ શોધવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. આ દરમિયાન રાહુલ પાર્ટીની મીટિંગમાં પણ સામેલ નથી થઈ રહ્યા. તેમની ગેરહાજરીમાં એકે એન્ટની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવવાના અહેવાલ પણ ચર્ચામાં છે.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...