દેશના આઠ રાજ્યોમાં રાજ્યસભા સીટોના પરિણામ જાહેર, જુઓ ક્યાં કોણે મારી બાજી

દેશના આઠ રાજ્યોમાં રાજ્યસભા સીટોના પરિણામ જાહેર, જુઓ ક્યાં કોણે મારી બાજી

દેશમાં આઠ રાજ્યોમાં રાજ્યસભાની (Rajya Sabha) 19 સીટો માટે શુક્રવારે મતદાન થયું હતું

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં આઠ રાજ્યોમાં રાજ્યસભાની (Rajya Sabha) 19 સીટો માટે શુક્રવારે મતદાન થયું હતું. રાજ્યસભાના પરિણામ સામે આવી ગયા છે.

  મધ્ય પ્રદેશમાં 3 રાજ્યસભાની સીટોમાંથી બે બીજેપીના ખાતામાં અને એક કોંગ્રેસના ફાળે આવી છે. બીજેપીમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેર સિંહ સોલંકીએ જીત મેળવી છે. કોંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહે જીત મેળવી છે. આંધ્ર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ચારેય સીટો પર જગન મોહન રેડ્ડીની પાર્ટીવાયએસઆરસીપીએ બાજી મારી છે. વાયએસઆરના પરિમલ નથવાણી, પિલ્લી સુભાષ ચંદ્ર બોસ, મોપીદેવી વેંકટ રમના અને અલ્લા અયોધ્યારામ રેડ્ડીએ જીત મેળવી છે.

  આ પણ વાંચો - ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત, રાજ્યસભાના જીતેલા ઉમેદવારનો પરિચય

  રાજસ્થાનમાં કોંગ્રેસે બે સીટો પર જીત મેળવી છે. કોંગ્રેસના કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગીએ ચૂંટણી જીતી છે. જ્યારે બીજેપીને એક સીટ મળી છે. બીજેપીના રાજેન્દ્ર ગહલોતે જીત મેળવી છે. ઝારખંડમાં બે સીટોમાંથી એક સીટ પર બીજેપી અને એક સીટ પર ઝારખંડ મુક્તિ મોરચાએ જીત મેળવી છે. JMMના અધ્યક્ષ શિબુ સોરેન અને ભાજપના દીપક પ્રકાશે જીત મેળવી છે. મિઝોરમમાં MNF અને નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)એ જીત મેળવી છે.

  ગુજરાત રાજ્યસભાની ચારેય સીટના પરિણામ આવી ગયા છે. ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે. ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે.
  Published by:Ashish Goyal
  First published: