સંસદ સત્ર : PM મોદીએ કહ્યુ, રાજ્યસભા ભારતની વિકાસ યાત્રાનું ચિહ્ન છે

News18 Gujarati
Updated: November 18, 2019, 4:15 PM IST

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં રાજ્યસભામાં યોગદાન આપનારાઓને અભિનંદન આપ્યા

  • Share this:
નવી દિલ્હી : સંસદનું શિયાળુ સત્ર (Parliament Winter Session) આજથી શરૂ થઈ ગયું છે. રાજ્યસભાનું આજે 250મું સત્ર છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રાજ્યસભામાં સંબોધન કર્યુ. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં રાજ્યસભામાં યોગદાન આપનારાઓને અભિનંદન આપ્યા. ત્યારબાદ તેઓએ કહ્યુ કે, રાજ્યસભા ભારતની વિકાસ યાત્રાનું ચિહ્ન છે. ગૃહે બદલાયેલી સ્થિતિમાં પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો.

પીએમ મોદીએ કહ્યુ કે, પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ એક વાર કહ્યુ હતું કે, રાજ્યસભા સેકન્ડ હાઉસ છે, પરંતુ તેને સેકન્ડરી હાઉસ ન સમજવું જોઈએ. અમે તેને આત્મસાત કરવું જોઈએ કે સંસદને સેકન્ડ હાઉસ ક્યારેય સેકન્ડરી હાઉસ ન હોઈ શકે.

પીએમ મોદીએ કહ્યુ કે, રાજ્યસભાના 250મા સત્રમાં સામેલ થવું મારું સૌભાગ્ય છે. સંસદ ભારતની વિકાસ યાત્રાનું પ્રતિબિંબ છે. 250 સત્ર તે પોતાની મેળે સમય વ્યતીત થયો એવું નથી. એક વિચાર યાત્રા રહી. સમય બદલાતો ગયો, પરિસ્થિતિઓ બદલાતી ગઈ અને આ ગૃહે બદલાયેલી પરિસ્થિતિઓને આત્મસાત કરીને પોતાને ઢાળવાનો પ્રયાસ કર્યો. ગૃહના તમામ સભ્યો અભિનંદનને પાત્ર છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, આ ગૃહના સ્થાયિત્વ અને વિવિધતા ખાસ છે. સ્થાયિત્વ એટલા માટે મહત્વપૂર્ણ છે કે લોકસભા તો ભંથ થતી રહે છે પરંતુ રાજ્યસભા ક્યારેય ભંગ નથી થતી. વિવિધતા એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે અહીં રાજ્યોનું પ્રતિનિધિત્વ પ્રાથમિકતા છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરના યોગદાન વિશે પીએમ મોદીએ કહ્યુ કે, રાજ્યસભાના બે ફાયદા છે અહીં વૈજ્ઞાનિક, કલાકાર અને ખેલાડી જેવા તમામ વ્યક્તિ આવે છે જે લોકતાંત્રિક રીતે ચૂંટાતા નથી. બાબા સાહેબ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તેઓ લોકસભા માટે ચૂંટાઈ ન શક્યા પરંતુ રાજ્યસભા પહોંચ્યા. બાબાસાહેબ આંબેડકરના કારણે દેશને ઘણું બધું પ્રાપ્ત થયું.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યુ કે, આપણા દેશમાં એક લાંબો કાળખંડ એવો હતો જ્યારે વિપક્ષ જેવું કંઈ ખાસ નહોતું. તે સમયે શાસનમાં બેઠેલા લોકોને તેનો મોટો લાભ પણ મળ્યો. પરંતુ તે સમયે પણ ગૃહમાં એવા અનુભવી લોકો હતા જેઓએ શાસન વ્યવસ્થામાં નિરંકુશતા ન આવવી દીધી. તે આપણા સૌ માટે સ્મરણીય છે.

પીએમ મોદીએ કહ્યુ કે, ગૃહ સંવાદ માટે હોવું જોઈએ. ભારે ચર્ચા હોવી જોઈએ પરંતુ અડચણોને બદલે સંવાદનો રસ્તો પસંદ કરો. એનસીપી અને બીજેડીએ નક્કી કર્યું છે કે તેઓ વેલમાં નહીં જાય. તેમ છતાંય એનસીપી અને બીજેડીની રાજકીય યાત્રામાં કોઈ અડચણ નથી આવી. ઉચ્ચ પરંપરા જેમણે બનાવી તેમનું કોઈ રાજકીય નુકસાન નથી થયું. તેમની પાસેથી આપણે શીખવું જોઈએ. તેની ચર્ચા પણ થવી જોઈએ અને તેમનો આભાર પણ માનવો જોઈએ.
First published: November 18, 2019, 2:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading