અનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા, ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ

News18 Gujarati
Updated: September 19, 2020, 2:51 PM IST
અનેક સાંસદો કોરોનાની ઝપેટમાં આવ્યા, ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતા: રિપોર્ટ
સંસદ ભવનની ફાઇલ તસવીર

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને પ્રહલાદ પટેલ કોરોના સંક્રમિત થયા, બંનેએ સંસદના ચાલુ સત્રમાં ભાગ લીધો હતો. 14મી સપ્ટેમ્બરના રોજ સત્રની શરૂઆત પહેલા તમામ સાંસદોના કોરોના ટેસ્ટ થયા હતા. આ વખતે અનેક સાંસદ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

  • Share this:
નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટ (Coronavirus In India) વચ્ચે શરૂ થયેલું સંસદનું ચોમાસું સત્ર (Parliament Monsoon Session) પોતાના નિર્ધારિત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે. સંસદના બે વરિષ્ઠ અધિકારીઓએ જાણકારી આપી છે કે 30 સાંસદ (Members of Parliament) કોરોના સંક્રમિત માલુમ પડતા આ નિર્ણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોનાના કુલ કેસ 53 લાખને પાર થઈ ગયા છે. સંસદનું ચોમાસું સત્ર 14મી સપ્ટેમ્બરના રોજ શરૂ થયું છે. આ સત્ર પહેલી ઓક્ટોબર સુધી ચાલવાનું હતું. જોકે, બંને અધિકારીઓનું કહેવું છે કે સંસદનું ચોમાસું સત્ર એક અઠવાડિયા સુધી ટૂંકાવવામાં આવી શકે છે.

સંસદ કાર્યવાહીમાં સામેલ બે અધિકારીઓમાંથી એક અધિકારીએ જણાવ્યું કે, "સત્ર શરૂ થતા પોઝોટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. આ કારણે સરકાર સત્ર વહેલા સમાપ્ત કરવા અંગે વિચારી રહી છે."

આ પણ વાંચો: દેશમાં કોરોનાના કેસ 53 લાખને પાર

સરકારે શનિવારે સત્રનું કવરેજ કરવા માટે સંસદમાં પ્રવેશ કરતા પત્રકારો માટે દરરોજ એન્ટીજન ટેસ્ટ પણ ફરજિયાત કરી દીધો છે. લોકસભા અને રાજ્યસભાના સચિવાલયોએ સત્રના દિવસો ઘટાડવા અંગે જોડાયેલા સવાલનો હાલ કોઈ જવાબ આપ્યો ન હતો. જે સાંસદ કોરોના સંક્રમિત થયા છે તેમાં વડાપ્રધાન મોદીના કેબિનેટ મંત્રી નિતિન ગડકરી પણ સામેલ છે.

આ પણ વાંચો: અમદાવાદ-રાજકોટમાં પોલીસની દાદાગીરી: ફ્રૂટના વેપારી અને કોરોનાથી સાજા થયેલા યુવકને ફટકાર્યા

નાયડૂએ રાજ્યસભાના સભ્યોને સુરક્ષા ઉપાયોનું પાલન કરવાની સૂચના આપીરાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ શુક્રવારે કહ્યુ કે હૉલમાં ચીઠ્ઠીની આપ-લે કરવાની મંજૂરી નથી પરંતુ કોવિડ 19ના સુરક્ષા ઉપાયોને ધ્યાનમાં રાખીને સભ્યો એકબીજાનો સંપર્ક કરવા માટે આવું કરી શકે છે. નાયડૂએ સભ્યોને સલાહ આપી કે બેઠક શરૂ થયા બાદ તેઓ કોઈ પણ સ્પષ્ટીકરણ માટે સદનમાં બેઠેલા અધિકારીઓ પાસે ન જાય. સાથે જ તેઓ એકબીજાના સભ્યોની બેઠક પર પણ ન જાય. જો કોઈ મુદ્દો હોય તો તેઓ ચીઠ્ઠી મોકલી શકે છે.

કર્મચારી, પત્રકારો માટે દરરોજ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત

સંસદમાં કોરોના કેસ સામે આવ્યા બાદ એક નવા પ્રોટોકોલ પ્રમાણે સંસદ પરિસરના પ્રવેશ કરતા તમામ પત્રકારો, કર્મચારીઓ માટે દરરોજ એન્ટિજન ટેસ્ટ કરવો ફરજિયાત છે. સંસદના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બંને ગૃહના સભ્યો એક નિશ્ચિત સમય પછી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે. સાંસદ તેમની ઇચ્છા પ્રમાણે ગમે એટલી વખત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે.
Published by: Vinod Zankhaliya
First published: September 19, 2020, 2:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading