અડધી રાત સુધી ચાલી સંસદ, લોકસભામાં આ 4 અગત્યના બિલ થયા પાસ

News18 Gujarati
Updated: September 21, 2020, 8:44 AM IST
અડધી રાત સુધી ચાલી સંસદ, લોકસભામાં આ 4 અગત્યના બિલ થયા પાસ
લોકસભામાં મંત્રીઓના પગાર અને ભથ્થા (સંશોધન) બિલ, 2020 પાસ, પગાર અને ભથ્થામાં 30 ટકાના ઘટાડાની જોગવાઈ

લોકસભામાં મંત્રીઓના પગાર અને ભથ્થા (સંશોધન) બિલ, 2020 પાસ, પગાર અને ભથ્થામાં 30 ટકાના ઘટાડાની જોગવાઈ

  • Share this:
નવી દિલ્હીઃ કૃષિ બિલોને લઈને રવિવારે રાજ્યસભા જ્યાં હોબાળાના કારણે સમાચારોમાં રહી, તો લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે અડધી રાત સુધી ચાલી. લોકસભા અધયક્ષ ઓમ બિરલા (Om Birla)એ તમામ સભ્યોની સહમતિથી શૂન્ય કાળની કાર્યવાહી શરૂ કરી. આ દરમિયાન 88 સભ્યોએ જનહિતના અગત્યના મુદ્દા ઉઠાવ્યા. આ દરમિયાન લોકસભામાં મંત્રીઓના પગાર અને ભથ્થા (સંશોધન) બિલ, 2020 પાસ થઈ ગયું, જેમાં કોવિડ-19 મહામારીના કારણે સાંસદોના પગાર, ભથ્થામાં 30 ટકાના ઘટાડાની જોગવાઈ છે. આ બિલ રાજ્યસભામાં 18 સપ્ટેમ્બરે જ પાસ થઈ ચૂક્યું હતું.

રાત્રે 12:36 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી દરમિયાન ધ બાઇલેટરલ નેટિંગ ઓફ ક્વાલિફાઇડ ફાઇનાન્સિયલ કોન્ટ્રાક્ટ્સ બિલ 2020, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ 2020 અને ધ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બિલ 2020 પણ પાસ થઈ ગયું છે.

આ પણ વાંચો, DC Vs KXIP: અમ્પાયરની એક ભૂલે પંજાબથી મેચ છીનવી! સહવાગે કહ્યુ, અમ્પાયરને આપો મેન ઓફ ધ મેચકાર્યવાહી શરૂ થવામાં એક કલાકની વિલંબ ચોક્કસ થયો, પરંતુ કાર્યવાહી નિયત સમયથી 5:36 કલાક વધુ ચાલી. સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહીને સોમવાર સાંજે 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. નોંધનીય છે કે કોવિડના કારણે લોકસભાની કાર્યવાહી માટે સાંજે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય નિશ્ચિત છે. સોમવારે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાજ્યસભાની કાર્યવાહી થશે.

આ પણ વાંચો, સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નહીં, સસ્તું થયું ડીઝલ, જાણો આપના શહેરના નવા ભાવ

કોરોના પર થઈ મોડે સુધી ચર્ચા

આ પહેલા લોકસભામાં કોરોના પર ફરી એકવાર ચર્ચા થઈ, જે મોડે સુધી ચાલી. સ્પીકરે દેશમાં કોવિડ-19 મહામારી પર ચર્ચાની શરૂઆત પહેલા પોતાનું વક્તવ્ય આપ્યું. તેઓએ કહ્યું કે દેશ ચર્ચા અને પારસ્પરિક સમન્વયથી કોરોના વાયરસ પર કાબૂ મેળવી લેશે. કોવિડ-19 પર ચર્ચાની શરૂઆત કરતાં કૉંગ્રેસ સાંસદ શશિ થરૂરે કહ્યું કે દેશમાં કોરોનાની સ્થિતિ સમગ્ર દુનિયાને મુકાબલે ખૂબ ખરાબ છે. તેઓએ કહ્યું કે, ન તો આપણે વાયરસના પ્રસારને રોકી શક્યા અને ન તો અર્થવ્યવસ્થાની ગતિ કાયમ રાખવામાં સક્ષમ થયા. જીડીપી 41 વર્ષમાં પહેલીવાર માઇનસમાં જતો રહ્યો છે.
Published by: Mrunal Bhojak
First published: September 21, 2020, 8:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading