નવી દિલ્હીઃ કોરોના કાળની વચ્ચે સંસદનું ચોમાસું સત્ર (Parliament Monsoon Session) આજથી શરૂ થઈ ગયું છે. કોરોના મહામારી (Corona Pandemic) ના કારણે આ વખતના સત્રમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આ વખતે અલગ-અલગ ચાલશે. ગૃહની કાર્યવાહીમાં આ વખતે પ્રશ્નકાળને સીમિત કરવાને લઈ હોબાળો થયો. કૉંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, પ્રશ્નકાળ સંસદ પ્રણાલીમાં હોવું જરૂરી છે. તે ગૃહની આત્મા છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, પ્રશ્નકાળને હટાવવું તે લોકતંત્રનું ગળું ઘૂંટવાનો પ્રયાસ છે.
બીજી તરફ, LAC પર ચીન સાથે ચાલી રહેલા તણાવ અને કોરોના મહામારીના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સત્ર શરૂ થતાં પહેલા વડાપ્રધાન મોદીએ પત્રકારોને સંબોધિત કર્યા. વડાપ્રધાન મોદીએ હિન્દી દિવસની શુભેચ્છાઓ પાઠવી. પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે આપણી સેના વીર જવાન હિંમતની સાથે, ઉત્સાહ સાથે, દુર્ગમ પહાડીઓ સાથે તૈનાત છે. થોડા સમય બાદ બરફવર્ષા શરૂ થશે. આવા સમયમાં આપણે જવાનો સાથે એકજૂથ રહેવાની જરૂર છે.
#WATCH: I believe that all members of the Parliament will give an unequivocal message that the country stands with our soldiers: Prime Minister Narendra Modi #MonsoonSessionpic.twitter.com/GubB0uHkUg
વડાપ્રધાને કહ્યું કે એક કપરા સમયમાં સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. એક તરફ કોરોના છે અને બીજી તરફ કર્તવ્ય. સાંસદોએ કર્તવ્યનો પથ પસંદ છે. હું તેમને ધન્યવાદ આપું છું. આ વખતે લોકસભા અને રાજ્યસભા અલગ-અલગ સમય પર ચાલશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ ગૃહની કાર્યવાહી ચાલશે. તમામ સાંસદ તેની પર સહમત છે. તેથી હું તમામ સાંસદોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરું છું.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ ગૃહમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સ્પીકર ઓમ બિરલાએ પ્રણવ મુખર્જીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ એક સફળ વક્તા અને પ્રશાસક હતા. તેમનું જ્ઞાન અને અનુભવ અદ્વિતિય હતા.
MPs pay tribute to ex-President Pranab Mukherjee, legendary Indian classical vocalist Pandit Jasraj, ex-Chhattisgarh CM Ajit Jogi, MP Governor Lalji Tandon, UP Ministers Kamal Rani & Chetan Chauhan and ex-union minister Rahguvansh Prasad Singh & others who passed away this year. pic.twitter.com/IAXJc1OJZK