Home /News /national-international /Parliament Monsoon Session: ચોમાસું સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુ- મહામારી પર સંસદમાં સાર્થક ચર્ચા થવી જોઈએ

Parliament Monsoon Session: ચોમાસું સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુ- મહામારી પર સંસદમાં સાર્થક ચર્ચા થવી જોઈએ

અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો ‘બાહુબલી’ બની ચૂક્યા છે, પરંતુ આપણે કોવિડ વિરોધી અન્ય નિયમોનું પાલન કરવાનું છે- PM નરેન્ર્ન મોદી

અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો ‘બાહુબલી’ બની ચૂક્યા છે, પરંતુ આપણે કોવિડ વિરોધી અન્ય નિયમોનું પાલન કરવાનું છે- PM નરેન્ર્ન મોદી

નવી દિલ્હી. સંસદનું ચોમાસું સત્ર (Parliament Monsoon Session 2021) આજથી શરૂ થઈ રહ્યું છે. મોનસૂન સેશનની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે, મને આશા છે કે આપ સૌએ વેક્સીનનો પહેલો ડોઝ (Corona Vaccine First Dose) લઈ લીધો હશે. ત્યારબાદ પણ આપણે કોવિડ પ્રોટોકોલ (Covid Protocol in Parliament)નું પાલન કરવાનું રહેશે. વડાપ્રધાને કહ્યું કે, સરકાર ઈચ્છે છે કે મહામારી (Corona Pandemic)ના મુદ્દે સંસદમાં સાર્થક ચર્ચા થાય. તેની સાથે જ પીએમ મોદીએ જાણકારી આપી કે તેઓ આવતીકાલ સાંજે ગૃહને કોવિડ પર વિસ્તૃત જાણકારી આપી શકે છે.

પીએમ મોદીએ સંસદના ચોમાસું સત્ર પહેલા સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે સરકાર વિપક્ષના દરેક સવાલના જવાબ આપવા અને મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. વડાપ્રધાને કહ્યું કે, વિપક્ષથી આગ્રહ છે કે તમામ મુદ્દાઓ પર ચર્ચા બાદ સરકારના જવાબ પણ સાંભળવા તૈયાર રહે, જેથી જનતા સુધી વાતો પહોંચી શકે.

આ પણ વાંચો, ભારત સહિત અનેક દેશોમાં પત્રકારો-નેતાઓના મોબાઇલ હેકિંગનો દાવો, સરકારે કહ્યું- તેમાં કોઈ નક્કર સત્ય નથી

વડાપ્રધાન મોદીએ આ ઉપરાંત કહ્યું કે, કોરોના વિરોધી વેક્સીનને ‘બાહુ’ (બાવડું) પર આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 40 કરોડથી વધુ લોકો ‘બાહુબલી’ બની ચૂક્યા છે, પરંતુ આપણે કોવિડ વિરોધી અન્ય નિયમોનું પાલન કરવાનું છે.

આ પણ વાંચો, Coronavirus in India: દેશમાં કોરોનાના 38,164 નવા કેસ, 499 દર્દીઓનાં મોત

ઉલ્લેખનીય છે કે, સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષે સરકારને પેટ્રોલ-ડીઝલ (Petrol Diesel Price Hike), રાંધણ ગેસ (LPG Price Hike) સહિત મોંઘવારી સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. લોકસભા (Lok Sabha) અને રાજ્યસભા (Rajya Sabha)માં વિપક્ષી સાંસદો તરફથી કામકાજ સ્થગિત કરી જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર તાત્કાલિક ચર્ચા માટે નોટિસ આપી છે. તેનાથી સંસદ સત્રના શરૂઆતની સાથે જ હોબાળો થવાના અણસાર છે. સરકારને વિપક્ષ કોરોના મહામારી (Corona Pandemic), ભારતીયોની જાસૂસી (Pegasus Spyware India), ખેડૂત આંદોલન (Farmers Protest) જેવા મુદ્દાઓ પર ઘેરવાનું એલાન કરી ચૂકી છે.
First published:

Tags: Corona vaccine, Coronavirus, COVID-19, Parliament monsoon session, Parliament Monsoon Session 2021, નરેન્દ્ર મોદી, રાજ્યસભા, લોકસભા