'સેટિંગ' કરેલા ઇન્ટરવ્યૂમાં પણ રાફેલ પર ન બોલી શક્યા PM મોદી: રાહુલ

News18 Gujarati
Updated: January 2, 2019, 3:44 PM IST
'સેટિંગ' કરેલા ઇન્ટરવ્યૂમાં પણ રાફેલ પર ન બોલી શક્યા PM મોદી: રાહુલ
જો એરક્રાફ્ટની ઉતાવળ હતી તો અત્યાર સુધી કેમ એક પણ એરક્રાફ્ટ ભારતની ધરતી પર ઉતર્યું નથી- રાહુલ ગાંધી

જો એરક્રાફ્ટની ઉતાવળ હતી તો અત્યાર સુધી કેમ એક પણ એરક્રાફ્ટ ભારતની ધરતી પર ઉતર્યું નથી- રાહુલ ગાંધી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બુધવારે લોકસભામાં રાફેલ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. રાહુલે કહ્યું કે મેં ગઈકાલે વડાપ્રધાનનો ઈન્ટરવ્યૂ જોયો. તેમણે કહ્યું કે, મારા પર કોઈ આરોપ નથી. પરંતુ દેશ વડાપ્રધાન પાસેથી રાફેલ મામલે જવાબ માંગી રહી છે. રાહુલે કહ્યું કે, ગોઠવણી કરેલા ઇન્ટરવ્યૂમાં પણ વડાપ્રધાન રાફેલ વિશે ન બોલી શક્યા.

રાહુલ ગાંધીએ લોકસભામાં સવાલ કરતાં કહ્યું કે વડાપ્રધાને યૂપીએની ડીલને કેમ બદલી, શું એરફોર્સ તરફથી તેની માંગ કરવામાં આવી હતી. તેઓએ કહ્યું કે, ડીલની કિંમત વધીને ત્રણ ગણી કેવી રીતે થઈ ગઈ. સાથે તેઓએ સવાલ કર્યો કે શું HALને ઓફસેટ પાર્ટનર કેમ ન બનાવવામાં આવી.

રાહુલ ગાંધીના રાફેલ મામલે આક્ષેપ


  • ઓડિયો ટેપનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ટેપમાં સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યું છે કે ગોવાના ચીફ મિનિસ્ટર કહી રહ્યા છે કે રાફેલની ફાઈલો મારી પાસે છે.

  •  રાહુલે કહ્યું કે, મામલાની જેપીસી તપાસ થવી જોઈએ કારણ કે સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રાફેલની તપાસ તેમના દાયરામાં નથી. કોર્ટે ડીલને જેપીસી તપાસથી ઇન્કાર નથી કર્યો. રાહુલે કહ્યું કે આજે આખો દેશ નરેન્દ્ર મોદી પર આંગળી ઉઠાવી રહ્યો છે.
  •  હોબાળો થયા બાદ લોકસભામાં સ્પીકરે કહ્યું કે રાહુલજી તમે પોતાનું નિવેદન ફરીથી શરૂ કીર શકો છો પરંતુ તમારે પોતાની વાત કહેવી પડશે, ટેપ રેકોર્ડર નથી ચલાવવાનું. તેની પર રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ડીલના જૂના કરાર મુજબ HAL ફાઇટર પ્લેન બનાવતું અને લાખો યુવાનોને રોજગારી મળતી. પરંતુ ડીલને અન્ય કંપનીને આપી દેવામાં આવી.

  •  રાહુલ ગાંધીએ કહ્યું કે ગઈ વખતે વડાપ્રધાને ગૃહમાં આવી મારું ભાષણ સાંભળ્યું હતું. પરંતુ આજે તેમને ગૃહની અંદર આવવાની હિંમત નથી. રક્ષા મંત્રી અને વડાપ્રધાન એઆઈએડીએમકેના સાંસદોની પાછળ છૂપાઈ ગયા છે. તેઓએ કહ્યું કે આ રાફેલ ડીલમાં ઘણી બધી ગડબડ છે.

  • અરૂણ જેટલીએ વચ્ચે ઊભા થઈને કહ્યું કે અગાઉ રાહુલ ગાંધી રાફેલ ડિલ વિશે ખોટું બોલ્યા હતા અને આજે એક નકલી ઓડિયો ટેપ દ્વારા ફરીથી ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ સાંસદ તરીકે પોતાના વિશેષાધિકારનું હનન કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ફરીથી સ્પીકરને માંગ કરતાં કહ્યું કે આ ટેપને ગૃહની અંદર સંભળાવવી જોઈએ. રાહુલ ગાંધીને ગૃહમાં ટેપ રજૂ કરવાની મંજૂરી ન મળી. ત્યારબાદ તેઓએ ટેપની વાતો ગૃહમાં બોલીને સંભળાવી.

  •  શું એરફોર્સે સરકારને કહ્યું હતું કે તમારે 36 જ એરક્રાફ્ટ જોઈએ છે. જો એરક્રાફ્ટની ઉતાવળ હતી તો અત્યાર સુધી કેમ એક પણ એરક્રાફ્ટ ભારતની ધરતી પર ઉતર્યું નથી.

  •  PM મોદીએ ફ્રાન્સ જઈને ત્યાંના રાષ્ટ્રપતિ સાથે મળીને તેમણે રાફેલ ડીલ બદલી દીધી. પરંતુ હજુ સુધી એક પણ રાફેલ પ્લેન કેમ નથી આવ્યું?

  •  તે સમયના રક્ષા મંત્રી મનોહર પારિકરે ખુદ કહ્યું હતું કે મને આ ડીલ વિશે કોઈ આઈડિયા નથી. મારો સવાલ એ છે કે શું એરફોર્સ સાથે વાત કર્યા વગર રાફેલનો સોદો બદલવામાં આવ્યો?

First published: January 2, 2019, 2:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading