જમ્મુ કાશ્મીર, CAAથી લઈને ઇકોનોમી સુધી, PM મોદીના ભાષણની ખાસ વાતો

જમ્મુ કાશ્મીર, CAAથી લઈને ઇકોનોમી સુધી, PM મોદીના ભાષણની ખાસ વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

અમે 5 ટ્રિલીયન ડોલર ઇકોનોમીનો લક્ષ્ય લઈને ચાલ્યા છીએ. અમારે આશાવાદી રહેવાનું છે. દેશમાં નિરાશ થવાનું કોઈ કારણ નથી - પીએમ મોદી

 • Share this:
  નવી દિલ્હી : રાજ્યસભા (Rajya Sabha)માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra modi)એ ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે ગત સદન ઘણું સારું રહ્યું હતું. આ માટે સદનના બધા માનનીય સભ્યોનો ધન્યવાદ. આ અનુભવી, વરિષ્ઠો અને મહાનુભાવોનું સદન છે. નવા દેશમાં નવા ક્લેવરમાં મારી જે અપેક્ષા હતી તેમાં મને નિરાશા મળી છે. આપણે અટકી ગયા છીએ પાછળ પણ જઈ રહ્યા છીએ.

  પીએમ મોદીએ કહ્યું હતું કે જીએસટી ભારતના ફેડરલ સ્ટ્રક્ચરની એક ઘણી મોટી સિદ્ધિ છે. હવે રાજ્યોની ભાવનાઓનું તેમાં પ્રકટીકરણ થાય છે. અમારો મત છે કે જ્યાં સમયાનુકુળ પરિવર્તન આવશ્યક છે. પરિવર્તન કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે જો અમે ફેરફારની વાત કરીએ છીએ તો ક્યારેય કહેવાય છે કે વારે ઘડીએ ફેરફાર કેમ? આપણા મહાપુરુષોએ એટલું મહાન સંવિધાન આપ્યું છે, તેમાં પણ તેમણે સુધારની આવશ્યકતા રાખી છે. દરેક વ્યવસ્થામાં સુધારાનું હંમેશા સ્વાગત કરવું જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે નાના સ્થાનો પર ડિજિટલ ટ્રાન્જેક્શન સૌથી વધારે જોવા મળે છે અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં ટિયર-2, ટિયર-3 શહેર આગળ વધી રહ્યા છે.  આ પણ વાંચો - PM મોદીએ રાહુલને આપ્યો વળતો જવાબ : 'ડંડા ખાવા માટે વધુ સૂર્ય નમસ્કાર કરીશ'

  પીએમે કહ્યું હતું કે હું અપટેડ કરવા માંગીશ કે નોર્થ-ઇસ્ટ અભૂતપૂર્વ શાંતિ સાથે આજે ભારતની વિકાસ યાત્રાનું એક અગ્રીમ ભાગીદાર બન્યું છે. 40-50 વર્ષોથી ત્યાં જે હિંસક આંદોલન ચાલતા હતા, આજે તે આંદોલન બંધ થયા છે અને શાંતિના રસ્તે નોર્થ-ઇસ્ટ આગળ વધી રહ્યું છે.

  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોઈપણ દેશ નાના વિચારથી આગળ વધી શકતો નથી. દેશના યુવા પણ અપેક્ષા કરે છે. આ જ બેઝ પર અમે 5 ટ્રિલીયન ડોલર ઇકોનોમીનો લક્ષ્ય લઈને ચાલ્યા છીએ. અમારે આશાવાદી રહેવાનું છે. દેશમાં નિરાશ થવાનું કોઈ કારણ નથી. અર્થવ્યવસ્થાના જે બેસિક માપદંડ છે, તેમાં આજે પણ દેશની અર્થવ્યવસ્થા સશક્ત છે, મજબૂત છે અને આગળ વધવાની તાકાત રાખે છે.

  પીએમ મોદીએ કહ્યું હતું કે તમારી પાસે તક હતી કે નવું કાશ્મીર બનાવવાનો પણ તમે હજુ પણ જુનો રાગ ગાઈ રહ્યા છો. તેલંગાણા બનાવવા મુદ્દે પણ આંધ્રની જનતા સાથે કોઈ ચર્ચા કરી ન હતી. અટલ જી ની સરકારે ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢ બનાવ્યા પણ પુરા સન્માન સાથે

  જમ્મુ કાશ્મીર પર પીએમ મોદીએ કહ્યું હતું કે 20 જૂન 2018થી નવી વ્યવસ્થા બની, ફરી રાષ્ટ્રપતિ શાસન આવ્યું. પ્રથમ વખત ગરીબ સામાન્ય વર્ગને કાશ્મીરમાં અનામતનો લાભ મળ્યો. પહાડી ભાષાના લોકોને અનામતનો લાભ મળ્યો. મહિલાઓને રાજ્ય બહાર લગ્ન કરવા પર સંપત્તિ ન છીનવવાનો અધિકાર મળ્યો. પ્રથમ વખત સ્ટાર્ટ અપ પોલિસી લાગુ થઈ. પ્રથમ વખત એન્ટી કરપ્શન બ્યૂરોની સ્થાપના થઈ. પ્રથમ વખત સીમા પારથી થયેલા ફંડિંગ પર નિયંત્રણ કાયમ થયું. પ્રથમ વખત આતંકવાદ અને આતંકીઓ સામે જમ્મુ કાશ્મીર પોલીસ અને સેના મળીને કાર્યવાહી કરી રહી છે.

  CAA પર પીએમ મોદીએ કહ્યું હતું કે લોકોએ હિંસાને જ આંદોલનનો અધિકાર માની લીધો છે. હિંસાને પ્રદર્શન નામ આપવામાં આવ્યું છે. હું કોંગ્રેસની મજબૂરી સમજું છું. પીએમે કહ્યું હતું કે કેરળના સીએમ કહે છે કે નાગરિકતા કાનૂન સામેના પ્રદર્શનમાં ચરમપંથી તત્વોનો હાથ છે. તેમની સામે કાર્યવાહીની વાત પણ કહી છે. જોકે આશ્ચર્ય થાય છે કે કેરળ જે બાબતનો વિરોધ કરે છે દિલ્હીમાં તેનું સમર્થન કરે છે.
  Published by:Ashish Goyal
  First published:February 06, 2020, 18:47 pm