liveLIVE NOW

આર્ટિકલ 370: જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં પાસ

બિલના પક્ષમાં 367 વોટ અને વિરોધમાં 66 વોટ પડ્યા

  • News18 Gujarati
  • | August 06, 2019, 22:40 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO

    હાઇલાઇટ્સ

    20:13 (IST)
    પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે - હું જમ્મુ કાશ્મીર અને લદ્દાખના બહેનો અને ભાઈઓને સાહસ માટે સલામ કરું છું.

    20:11 (IST)
    જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં પાસ થતા પીએમ મોદીએ ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ કહ્યું - આપણે સાથે આગળ વધીશું અને 130 કરોડ દેશવાસીઓના સપનાને સાથે મળીને પૂરા કરીશું

    19:5 (IST)
    જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં પાસ, બિલના પક્ષમાં 367 વોટ અને વિરોધમાં 67 વોટ પડ્યા

    18:53 (IST)
    કાશ્મીર ભારતનું સ્વર્ગ હતું, સ્વર્ગ છે અને સ્વર્ગ રહેશે- અમિત શાહ

    18:21 (IST)
    વિપક્ષ લોકોને ગુમરાહ કરી રહી છે કે સરકાર 371ને પણ હટાવી લેશે. જોકે હું મહારાષ્ટ્ર અને નોર્થ ઇસ્ટના લોકોને આશ્વાત કરવા માંગુ છું કે સરકારનો 371 હટાવવાનો કોઈ ઇરાદો નથી - અમિત શાહ

    18:17 (IST)
    હું જો બિલ લઈને સદનમાં ઉપસ્થિત થયો છું તેમાં અક્સાઇ ચીન અને પીઓકે સહિત એક-એક ઇંચ જમીનનો ઉલ્લેખ છે - અમિત શાહ

    18:16 (IST)
    પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ઉપર અમારો દાવો આજે પણ એટલો જ મજબૂત છે જેટલો પહેલા હતો. તેની 24માંથી 24 સીટો આપણો હિસ્સો રહેવાની છે - અમિત શાહ

    17:56 (IST)
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા, ભારત માતા કી જય, વંદે માતરમ અને મોદી-મોદીના નારા લાગ્યા

    17:55 (IST)
    જો આર્ટિકલ 370ના કારણે દેશના કોઈ ભાગમાં તિરંગો ફરકાવવાની મંજૂરી નથી તો આવો આર્ટિકલ ના રહેવો જોઈએ - રવિશંકર પ્રસાદ

    17:54 (IST)
    આર્ટિકલ 370 માટે અમે આખા દેશમાં સહમતિ લઈને આવ્યા છીએ - રવિશંકર પ્રસાદ

    કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370 ખતમ કરી દીધી છે.  જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, જે ભારે બહુમતથી પાસ થયું છે. બિલના પક્ષમાં 367 વોટ અને વિરોધમાં 66 વોટ પડ્યા હતા. આ પહેલા રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ ગયું છે.

    બીજી તરફ, સરકારના નિર્ણય બાદ પડોશી દેશ પાકિસ્તાનમાં હોબાળો થઈ ગયો છે. બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય તણાવ વધી ગયો છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રે ભારત-પાકિસ્તાન સાથે શાંતિ કાયમ રાખવાની અપીલ કરી છે. બીજી તરફ, અમેરિકાએ ભારતના આ પગલા પર નજર રાખવાની વાત કહી છે. પરંતુ ખાસ વાત એ છે કે અમેરિકા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन