Home /News /national-international /PNB ફ્રોડને લઈને વિપક્ષનો હંગામો, 30 મિનિટમાં બે વખત સ્થગિત કરવી પડી રાજ્યસભા

PNB ફ્રોડને લઈને વિપક્ષનો હંગામો, 30 મિનિટમાં બે વખત સ્થગિત કરવી પડી રાજ્યસભા

રાજ્યસભામાં વિપક્ષનો હંગામો

 બજેટ સત્રના બીજા તબક્કામાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીનું બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

  સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની સોમવારે ભારે હંગામા સાથે શરૂઆત થઈ હતી. આંધ્ર પ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગણીને લઈને ટીડીપી સાંસદોએ લોકસભા અને રાજ્યસભામાં જોરદાર હંગામો કર્યો હતો. આ કારણે 10 મિનિટની અંદર જ બંને સદનની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ સત્રમાં વિપક્ષે બેન્કિંગ ગોટાળાને લઈને સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. જ્યારે સરકાર આ સત્રમાં ભાગેડૂ આર્થિક ગુના બિલ અને ત્રણ તલાક બિલને પાસ કરાવવાનો પ્રયા કરશે. સરકાર અને વિપક્ષ વચ્ચે આ સત્રમાં તડાફડીના દ્રશ્યો જોવા મળી શકે છે.

  ગૃહમાં હંગામો

  નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 12, 700 કરોડના ફ્રોડને લઈને લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે ભારે ઉહાપોહ કર્યો હતો. પીએનબી અને આંધ્ર પ્રદેશના વિશેષ દરજ્જાની માંગણીને લઈને થયેલા હંગામાં બાદ રાજ્યસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.

  • બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ ડીઆર શિવાપ્રસાદ કૃષ્ણના વેશમાં સંસદ પહોંચ્યા હતા. ગયા વખતે તેઓ તાંત્રિકનું રૂપ ધારણ કરીને સંસદ પહોંચ્યા હતા. તેમણે આંધ્ર પ્રદેશના વિશેષ દરજ્જાને લઈને સંસદ પરિસર બહાર પૂજા પણ કરાવી હતી.

  • બજેટ સત્રના બીજા તબક્કામાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદીનું બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

  • તો પીએનબી ગોટાળાને લઈને તૃણમૃલ કોંગ્રેસના સાંસદોએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • આંધ્ર પ્રદેશને લઈને વિશેષ પેકેજની માંગણી કરવા માટે ટીડીપી નેતાઓનું પ્રતિનિધિમંડળ આજે અમિત શાહ સાથે મુલાકાત કરશે. ટીડીપી સાંસદ પોતાની માંગણીને લઈને સંસદ પરિસર ખાતે ધરણા આપી રહ્યા છે.

  •  ત્રિપુરામાં મળેલી શાનદાર જીત અને નાગાલેન્ડ અને મેઘાલયમાં પક્ષના સારા પ્રદર્શનને કારણે બીજેપી સાંસદોએ એકબીજાને અભિનંદન આપી ખુશી વ્યક્ત કરી હતી.

  • પીએનબી કૌભાંડને લઈને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા અને સીપીઆઈ નેતા ડી રાજાએ રાજ્યસભામાં એડ્જર્નમેન્ટ મોશન પ્રસ્તાવ મૂક્યો છે.

  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Budget Session, Parliament session, PNB scam, રાજ્યસભા, લોકસભા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन