કર્ણાટક ધારાસભ્યોના રાજીનામા પર રાજનાથે કહ્યુ- શરૂઆત રાહુલે કરી હતી

News18 Gujarati
Updated: July 8, 2019, 2:39 PM IST
કર્ણાટક ધારાસભ્યોના રાજીનામા પર રાજનાથે કહ્યુ- શરૂઆત રાહુલે કરી હતી
રાજનાથ સિંહ (PTI)

રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે, કર્ણાટકના ધારાસભ્યો રાહુલને ફોલો કરી રહ્યા છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કર્ણાટક સંકટનો મુદ્દો સોમવારે સંસદ સુધી પહોંચી ગયો. લોકસભામાં કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ભાજપ પર કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર તોડવાનો મુદ્દો ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે તેઓ અમારા ધારાસભ્યોને ચાર્ટર્ડ પ્લેનથી લઈ ગયા. તેઓએ કહ્યું કે સરકાર તોડવા માટે પક્ષપલટાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે કેન્દ્ર સરકાર કાવતરું ઘડી રહી છે. ત્યારબાદ રાજનાથ સિંહે ચૌધરીના આરોપોને પાયાથી ફગાવતાં પ્રતિક્રિયા આપી. રાજનાથ સિંહે કહ્યું કે, કર્ણાટકના રાજીનામા સાથે ભાજપને કોઈ લેવા-દેવા નથી. કર્ણાટકના નેતા રાહુલ ગાંધીને ફોલો કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અધીર રંજન ચૌધરીએ ભાજપ પર મોટો આરોપ કરતાં કહ્યું કે, સરકાર લોકતંત્ર પર તરાપ મારી રહી છે. આપની પાર્ટીઓના નેતાઓનો તેમાં હાથ છે. તેઓએ કહ્યું કે આપના 303 સાંસદ છે પરંતુ આપનું પેટ ભરાયું નથી, આપનું પેટ અને કાશ્મીરી ગેટ બરાબર થઈ ગયા છે. તેનો જવાબ આપતાં રાજનાથ સિંહે કહ્યું કે કર્ણાટકથી અમારી પાર્ટીને કોઈ લેવા-દેવા નથી અને પ્રલોભન આપીને આજ સુધી અમે પક્ષપલટો કરાવવાનો પ્રયાસ નથી કર્યો. સંસદીય લોકતંત્રની ગરિમાને કાયમ રાખવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો, ગૌ તસ્કરીના શકમાં 25 લોકોને દોરડાથી બાંધ્યા, 'ગાય માતાની જય'ના નારા લગાવડાવ્યારાજનાથ સિંહે કહ્યું કે, રાજીનામાની સિલસિલો અમે લોકોએ ચાલુ નથી કર્યો, આ સિલસિલો કોંગ્રેસમાં રાહુલ ગાંધીએ શરૂ કર્યો છે અને એ જ સિલસિલો સતત ચાલી રહ્યો છે. તેઓએ જ મોટા-મોટા નેતઓને રાજીનામા આપવા માટે કહ્યું હતું, ત્યારબાદ કોંગ્રેસમાં અનેક મોટા નેતા પોતાના પદેથી રાજીનામા આપી રહ્યા છે.

કર્ણાટકમાં કોની કેટલી સીટો?

કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા સીટો છે, બહુમતનો આંકડો 113 છે. તેમાંથી ભાજપના 105 ધારાસભ્ય છે, જ્યારે કોંગ્રેસની પાસે 80 અને જેડીએસની પાસે 37 ધારાસભ્ય છે. આ પ્રકારે બંનેની પાસે કુલ 117 ધારાસભ્ય છે. બહુજન સમાજ પાર્ટી (બીએસપી) પણ ગઠબંધનને સમર્થન કરી રહી છે. પરંતુ 13 ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યના રાજીનામાથી ગઠબંધન સરકારની પાસે 103 ધારાસભ્ય રહી જાય છે. હજુ સુધી વિધાનસભા અધ્યક્ષે 13 ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર્યા નથી.

આ પણ વાંચો, પાક. મંત્રીએ વીડિયો ગેમના પાયલટને અસલી સમજી વખાણ કર્યા, લોકોએ ઉડાવી મજાક
First published: July 8, 2019, 2:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading