Home /News /national-international /દેશમાં આજે રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેનારી સરકાર, ઈચ્છાશક્તિથી કરી રહ્યા છીએ અનેક સુધારા: પીએમ મોદી
દેશમાં આજે રાષ્ટ્રહિતમાં નિર્ણયો લેનારી સરકાર, ઈચ્છાશક્તિથી કરી રહ્યા છીએ અનેક સુધારા: પીએમ મોદી
પીએમ મોદી (ANI)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર ટાર્ગેટ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, કાલે અમુક લોકો ઉછળી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમુક લોકો કહી રહ્યા હતા ત્યારે આખો ઈકોસિસ્ટમ ઉછળી રહ્યું હતું.
નવી દિલ્હી: લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. પીએમ મોદીનું સંબોધનમાં જય શ્રી રામના નારા સાથે શરુ થયું. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરુઆતમાં રાષ્ટ્રપતિનું અભિનંદન કર્યું અને કહ્યું કે, અમે કરોડો દેશવાસીઓના વિઝનરી ભાષણમાં માર્ગદર્શન કર્યું છે.
પ્રધાનમંત્રીનું સંબોધન શરુ થાય તે પહેલા સદનમાં વિપક્ષી સભ્યોએ અદાણી મુદ્દા પર જેપીસી તપાસની માગને લઈને તખ્તીઓ લહેરાવી હતી. તેના પર સ્પીકર ઓમ બિરલાએ ટોક્યા અને કહ્યું કે, આપને નેમ કરવામાં આવી શકાય છે. ત્યાર બાદ બીઆરએસના સભ્યોએ સદનમાંથી વોકઆઉટ કરે દેવામાં આવ્યા હતા.
પીએમ મોદીએ કહ્યું કે, કાલે અમુક લોકો બહું ઉછળી રહ્યા હતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર ટાર્ગેટ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે, કાલે અમુક લોકો ઉછળી રહ્યા હતા. તેમણે કહ્યું કે, અમુક લોકો કહી રહ્યા હતા ત્યારે આખો ઈકોસિસ્ટમ ઉછળી રહ્યું હતું. કાલે ઊંઘ પણ સારી આવી હશે અને કદાચ આજે તેઓ ઉઠી પણ નહીં શક્યા હોય. પીએમ મોદીએ કહ્યું કે, અમુક લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે, આમ હોવું જોઈએ. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન અપમાન પણ કરી ચુક્યા છે.
રાષ્ટ્રપતિના અભિભાષણ પર કોઈને વાંધો નથી- પીએમ
પીએમ મોદીએ રાષ્ટ્રપતિના સંબોધનના થોડા વાક્યો પણ કોટ કર્યા અને કહ્યું કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર કોઈએ વાંધો પણ ઉઠાવ્યો નથી. તેમની કોઈએ ટિકા પણ નથી કરી. તેમણે કહ્યું કે, મને ખુશી છે કે, કોઈએ વિરોધ નથી કર્યો. સૌએ સ્વીકાર કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, તેને આખા સદનની સ્વીકૃતિ મળી છે. સભ્યોએ પોતાના વિચાર મુજબ વાત રજૂ કરી. તેનાથી તેમની સમજ અને ઈરાદા પણ ખબર પડે છે.
પીએમ મોદીએ કહ્યું કે, સંકટના માહોલમાં દેશને જેવી રીતે સંભાળ્યો, આખો દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. તેમણે કહ્યું કે, પડકારો વિના જીવન નથી. 140 કરોડ લોકોનું સામર્થ્ય પડકારોથી ભરેલું છે. પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ દેશની બહેનની દીકરીઓની પ્રેરણા છે. રાષ્ટ્રપતિએ આદિવાસી સમાજના ગૌરવને વધાર્યું છે. આદિવાસી સમાજમાં ગૌરવની અનુભૂતિ છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાનો રોડમેપ છે.
પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા બેથી ત્રણ દાયકાથી દેશમાં અસ્થિરતાના રહ્યા છે. તેમણે કહ્યું કે, આજે દેશમાં સ્થિર સરકાર છે. નિર્ણલ લેવાવાળી સરકાર છે. તેમણે કહ્યું કે, આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. ડિજિટલ ઈંડિયાની માફક વાહ વાહી થઈ રહી છે. એક જમાનો હતો, જ્યારે દેશ નાની ટેકનોલોજી માટે પણ તરસતો હતો. તેમણે વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધની સ્થિતીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ઈચ્છાશક્તિથી આપણે સુધારો કરી રહ્યા છીએ. આજે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારી સરકાર છે. આ સુધારા મજબૂરીમાં નથી કરવામાં આવ્યા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર