લોકસભા સ્પીકર બન્યા ઓમ બિરલા, PM મોદીએ કચ્છ ભૂકંપમાં આપેલી સેવાને કરી યાદ

News18 Gujarati
Updated: June 19, 2019, 12:30 PM IST
લોકસભા સ્પીકર બન્યા ઓમ બિરલા, PM મોદીએ કચ્છ ભૂકંપમાં આપેલી સેવાને કરી યાદ
પીએમ મોદી ઓમ બિરલાને હાથ પકડીને સ્પીકરની બેઠક સુધી લઈ ગયા.

ગુજરાતમાં ભૂકંપ સમયે ઓમ બિરલાએ લાંબા સમય સુધી કચ્છમાં રહી રાહતકામમાં સક્રિય રહ્યા : પીએમ મોદી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભામાં બુધવારે સાંસદઔ ગૃહના સ્પીકર તરીકે કોટાના ભાજપ સાંસદ ઓમ બિરલાને ચૂંટ્યા. ઓમ બિરલા હવે લોકસભા સ્પીકર બની ગયા છે. પહેલા સ્પીકર માટે સંતોષ ગંગવાર અને મેનકા ગાંધીના નામ ચર્ચામાં હતા. જોકે, મંગળવારે પીએમ મોદી અને અમિત શાહે કોટાના ભાજપ સાંસદ ઓમ બિરલાનનું નામ સ્પીકર પદ માટે આગળ કર્યુ હતું.

નવા સ્પીકર ઓમ બિરલાના વખાણ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ભૂકંપ સમયે લાંબા સમય સુધી તેઓ કચ્છમાં રહ્યા. કેદારનાથ દુર્ઘટના સમયે તેઓ પોતાની ટીમ લઈને સમાજસેવાના કામમાં લાગી ગયા હતા. કોટામાં પણ ઠંડીમાં શહેરની ગલીઓમાં જઈને અને જરૂરતવાળાને મદદ પહોંચાડવાનું કામ કરતા હતા.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હવે હાર્ડકોર પોલિટિક્સનો જમાનો નથી, રાજકારણની સાથે હવે સમાજસેવા પણ જોડાયેલી છે.નોંધનીય છે કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યૂપીએના ઘટક દળોની મંગળવાર સાંજે બેઠક થઈ જેમાં લોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર ઓમ બિરલાનું સમર્થન કરવાનો નિર્ણય લેવાયો. 56 વર્ષીય ઓમ બિરલા ભાજપની યુવા શાખા સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ 2018માં રાજસ્થાન એકમના સંગઠનાત્મક સુધારના પ્રભારી પણ હતા.

આ પણ વાંચો, એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે પીએમ મોદીની સર્વપક્ષીય બેઠક આજે

ઉલ્લેખનીય છે કે, બિરલાએ સુમિત્રા મહાજનનું સ્થાન લીધું છે. મહાજને આ વખતે ચૂંટણી નથી લડી કારણ કે તેઓ હવે 76 વર્ષના થઈ ગયા છે.
First published: June 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading