Home /News /national-international /PM Narendra Modi: સંસદમાં પીએમ મોદીએ કરી ગર્જના: હું દેશ માટે જીવું છું, દેશ માટે કંઈક કરવા નીકળ્યો છું

PM Narendra Modi: સંસદમાં પીએમ મોદીએ કરી ગર્જના: હું દેશ માટે જીવું છું, દેશ માટે કંઈક કરવા નીકળ્યો છું

pm modi (ANI)

પીએમ મોદીએ રાજ્યસભામાં પોતાના ભાષણના અંતમાં હોબાળો અને નારા લગાવી રહેલા વિપક્ષી સાંસદો પર કટાક્ષ કર્યો હતો. આ તેમની બેન્ચ તરફ જોઈને છાતી ઠોકીને કહ્યું કે, દેશ જોઈ રહ્યો છે, એકલો માણસ કેટલા પર ભારે પડી રહ્યો છે. હું દેશ માટે જીવું છું, દેશ માટે કંઈક કરવા નીકળ્યો છું.

વધુ જુઓ ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. તેમના સંબોધન દરમિયાન વિપક્ષી સાંસદોએ નારેબાજી કરી હતી. વિપક્ષી સાંસદો વેલમાં ઘસી આવ્યા હતા અને અદાણીના મુદ્દા પર જેપીસી તપાસની માગને લઈને નારેબાજી કરી હતી. રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના આ વલણ પર નારાજ થયા હતા. વિપક્ષી સાંસદોની નારેબાજીની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણ ચાલુ રાખ્યું હતું. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, કીચડ તેમની પાસે હતો, ગુલાલ મારી પાસે હતો, જેમની પાસે જે હતું તે ઉછાળ્યું. જેટલું કીચડ ઉછાળશો, કમળ એટલું ખિલશે. કમળ ખિલવવામાં આપના યોગદાનની હું સરાહના કરુ છું. પીએમ મોદીએ કહ્યું કે, આ સદનમાં જે કંઈ કહેવાય છે, તેને દેશમાં ધ્યાનમાંથી સાંભળવામાં આવે છે. અમુક સાંસદ આ સદનને બદનામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કોંગ્રેસ અધ્યક્ષને સંબોધન કરતા કહ્યું કે, કાલે ખડગેજી ફરિયાદ કરી રહ્યા હતા કે મોદીજી વારંવાર મારા મતવિસ્તારમાં આવે છે. કુલબુર્ગીમાં તેમને કહેવા માગુ છું કે, આવું છું તો ફરિયાદ કરતા પહેલા એતો જોવો કે, એક કરોડ 70 લાખ બેન્ક ખાતા ખોલ્યા, તેમાં આઠ લાખથી વધારે જનધન ખાતા ખોલ્યા. હવે જનતાએ ત્યાં કોંગ્રેસનું ખાતું બંધ કરી દીધું છે.

આ પણ વાંચો: PHOTOS: પ્રભુ શ્રી રામની મૂર્તિ માટે નેપાળથી આવેલા શાલિગ્રામ પથ્થર અયોધ્યા પહોંચ્યા

PM Modi Address in Rajya Sabha:  હું દેશ માટે જીવું છું, દેશ માટે કંઈક કરવા નીકળ્યો છું- પીએમ મોદી


પીએમ મોદીએ રાજ્યસભામાં પોતાના ભાષણના અંતમાં હોબાળો અને નારા લગાવી રહેલા વિપક્ષી સાંસદો પર કટાક્ષ કર્યો હતો. આ તેમની બેન્ચ તરફ જોઈને છાતી ઠોકીને કહ્યું કે, દેશ જોઈ રહ્યો છે, એકલો માણસ કેટલા પર ભારે પડી રહ્યો છે. હું દેશ માટે જીવું છું, દેશ માટે કંઈક કરવા નીકળ્યો છું.

PM Modi Address in Rajya Sabha: વિપક્ષનો હોબાળો


વિપક્ષના હોબાળા વચ્ચે પીએમ મોદીએ વળતો જવાબ આપ્યો. પીએમ મોદીએ કહ્યું, કેટલાક લોકોનું વર્તન નિરાશાજનક છે. તેમણે એવું પણ કહ્યું કે, તેમની પાસે કાદવ છે, મારી પાસે ગુલાલ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, તમે જેટલો કાદવ ફેંકશો તેટલું જ કમળ ખીલશે. અમારી સફળતામાં તમારું યોગદાન ભૂલી શકાય તેમ નથી.

પીએમએ કહ્યું કે, આઝાદી પહેલા અત્યાર સુધી અમારી સરકાર આવી ત્યાં સુધી માત્ર 3 કરોડ ઘરોમાં નળનું પાણી આવતું હતું. છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં 11 કરોડ ઘરોને નળ દ્વારા પાણી મળી રહ્યું છે. ભારતની પાણીની સમસ્યા, જે દરેક પરિવારની સમસ્યા છે, જેના વિના જીવન ચાલી શકતું નથી. અમે તેને દૂર કરવાની દિશામાં કામ કર્યું.


વિપક્ષના હોબાળા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગઈ કાલે મલ્લિકાર્જુન ખડગે કહેતા હતા કે, કોંગ્રેસે 60 વર્ષમાં સંસ્થાઓનો વિકાસ કર્યો, દેશના મૂળિયા મજબૂત કર્યા. પરંતુ જ્યારે હું 2014માં સત્તામાં આવ્યો ત્યારે માત્ર ખાડા જ હતા. ભાજપે વિકાસ કર્યો છે.
First published:

Tags: PM Modi Live, PM Modi speech

विज्ञापन