કોટાના સાંસદ ઓમ બિરલા હશે લોકસભાના નવા સ્પીકર, આજે કરશે નામાંકન

લોકસભા સ્પીકર માટે ભાજપના અનેક સીનિયર નેતાઓના નામ ચર્ચામાં હતા

News18 Gujarati
Updated: June 18, 2019, 10:32 AM IST
કોટાના સાંસદ ઓમ બિરલા હશે લોકસભાના નવા સ્પીકર, આજે કરશે નામાંકન
કોટાના સાંસદ ઓમ બિરલા (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: June 18, 2019, 10:32 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલાને લોકસભાના નવા સ્પીકર બનાવવામાં આવશે. મંગળવારે તેની જાહેરાત થઈ. લોકસભા સ્પીકર માટે ભાજપના અનેક સીનિયર નેતાઓના નામ ચર્ચામાં હતા. તેમાં મેનકા ગાંધી, રાધામોહન સિંહ, એસએસ આહલૂવાલિયા, વીરેન્દ્ર કુમાર અને રમાપતિ ત્રિપાઠી સામેલ છે. પરંતુ, મંગળવારે ઓમ બિરલાના નામ પણ અંતિમ નિર્ણય લેવાયો. અગાઉની લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર હતી.

લોકસભા ચૂંટણી 2019માં ઓમ બિરલાને લગભગ પોણા ત્રણ લાખ વોટના અંતરથી કોંગ્રેસી ઉમેદવારને માત આપી હતી. કોટામાં કુલ 15 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ મુકાબલો ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થયો હોત. ઓમ બિરલાને 800051 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રામ નારાયણ મીણા 520374 વોટોની સાથે બીજા સ્થાને રહ્યા હતા.

ઓમ બિરલાને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ કોટા સીટથી મોટી સફળતા મળી હતી. ત્યારે તેમણે કોંગ્રેસના ઇજ્યરાજ સિંહને હરાવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપને 55 ટકા વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ ઉમેદવારને માત્ર 38 ટકા વોટ મળ્યા. ઓમ બિરલાએ કોંગ્રેસી ઉમેદવારને લગભગ બે લાખ વોટથી હરાવ્યા હતા.


Loading...

આ પણ વાંચો, આ ખૂબીઓના કારણે ભાજપના કાર્યકારી અધ્યક્ષ બન્યા જેપી નડ્ડા

ઉલ્લેખનીય છે કે, સોમવારે નવા સાંસદોના શપથ લેવાની સાથે 17મી લોકસભાની શરૂઆત થઈ ચૂકી છે, સત્રના પહેલા દિવસે કુલ 313 સાંસદોએ શપથ લીધા. તેમાં શપથ લેનારાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી જેવા દિગ્ગજ સામેલ રહ્યા. આજે બીજા દિવસે બાકી સાંસદ શપથ લેશે.

લોકસભાનું આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. લગભગ 40 દિવસ સુધી ચાલનારા આ બજેટ સત્રામાં ત્રણ તલાક જેવા મહત્વપૂર્ણ બિલો પર ચર્ચા થશે. જનરલ બજેટ પર ખાસ ફોકસ રહેશે. મોદી સરકાર 5 જુલાઈએ જનરલ બજેટ રજૂ કરવામાં આવશે.
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...