નવી દિલ્હી : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)આજે પરીક્ષા પે ચર્ચા (Pariksha Pe Charcha)કાર્યક્રમમાં પાંચમાં સંસ્કરણમાં બાળકોના સવાલોના જવાબો આપ્યા હતા. ત્યારે તેમણે બાળકોને પણ એક સવાલ કર્યો હતો. પીએમની આ વાતથી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ઉપસ્થિત બધા બાળકો હસી પડ્યા હતા. આટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે તેમણે બાળકોની ભૂલ પકડી લીધી છે તો બધા બાળકોએ સહમતિમાં માથું હલાવ્યું હતું. ચર્ચા દરમિયાન કર્ણાટક અને દિલ્હીના તરુણ, શાહિદ અલી, કીર્તના વગેરે બાળકો અને શિક્ષકોએ છેલ્લા બે વર્ષથી ચાલી આવી રહેલો ઓનલાઇન અભ્યાસ (Online Study)અને તેના કારણે ઉભા થયેલા વિધ્નો જેવા કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, યુટ્યૂબ વગેરે જોવાની આદતોથી છૂટકારો મેળવવાના ઉપાય વિશે પૂછ્યું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે આ વસ્તુઓ તેમને અભ્યાસમાં એકાગ્ર થવાથી રોકી રહી છે તેમાંથી કેવી રીતે છૂટકારો મેળવીએ.
આ સવાલોના જવાબ આતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ બાળકોને એક સવાલ પૂછ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તમે ઓનલાઇન રિડિંગ (Online Reading)કરો છો તો સાચે જ અભ્યાસ કરો છો કે રિલ્સ (Reels) જોવા છો મને જણાવો. હવે હું તમને હાથ ઉપર કરાવીશ નહીં પણ તમે સમજી ગયો હશો કે મેં તમને પકડી લીધા છે. હકીકતમાં દોષ ઓનલાઇન કે ઓફલાઇનનો (Offline) નથી. તમે ઘણી વખત અનુભવ કર્યો હશે કે સ્કૂલમાં ઘણી વખત તમારું શરીર સ્કૂલમાં હશે તમારી આંખ ટીચર તરફ રહેશે પણ તમારા કાનમાં એકપણ વાત જતી હશે નહીં. કારણ કે તમારું મગજ બીજી હશે. કાન પર કોઇ દરવાજો લગાવ્યો નથી, કોઇ બારી લગાવી નથી પણ મન ક્યાંક બીજે છે તો સાંભળવું જ બંધ થઇ જાય છે. રજિસ્ટર જ થતું નથી.
પીએમે આગળ કહ્યું કે જે વસ્તુ ઓફલાઇન હોય છે તે વસ્તુ ઓનલાઇન પણ હોય છે. તેનો એર્થ એ છે કે માધ્યમ સમસ્યા નથી. મન સમસ્યા છે. માધ્યમ ઓનલાઇન હોય કે ઓફલાઇન જો મારું મન પુરી તરફ તેની સાથે જોડાયેલ છે, તેમાં ડુબેલું , મારું એક મન ખોજી છે જે વસ્તુઓને નજીકથી પકડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તો હું નથી માનતો કે તમારે માટે ઓનલાઇન કે ઓફલાઇન કોઇ ફરક પડી શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર