Home /News /national-international /Pariksha Pe Charcha 2023: આજે પીએમ મોદી કરશે પરીક્ષા પે ચર્ચા, વિદ્યાર્થીઓને આપશે સ્ટ્રેસ મેનેજમેન્ટનો મંત્ર

Pariksha Pe Charcha 2023: આજે પીએમ મોદી કરશે પરીક્ષા પે ચર્ચા, વિદ્યાર્થીઓને આપશે સ્ટ્રેસ મેનેજમેન્ટનો મંત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'પરીક્ષા પે ચર્ચા' કરશે.

PM Narendra Modi: 38 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે નોંધણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 15 લાખ વધુ છે.

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'પરીક્ષા પે ચર્ચા' કરશે. જેમાં 38 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે નોંધણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે, આ વર્ષે નોંધણી કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 15 લાખ વધુ છે. વડાપ્રધાન મોદી અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાતચીતનો આ વાર્ષિક કાર્યક્રમ પરિક્ષાના તણાવના મુદ્દાઓ સાથે સંબંધિત છે. 'પરીક્ષા પે ચર્ચા' અંતર્ગત વાતચીતની છઠ્ઠી આવૃત્તિનું આયોજન 27 જાન્યુઆરીએ એટલે આજે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આગામી બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિક્ષાના તણાવ અને વિદ્યાર્થીઓના અન્ય મુદ્દાઓને લગતા પ્રશ્નોના જવાબ આપે છે. આ પ્રોગ્રામની પ્રથમ આવૃત્તિ 16 ફેબ્રુઆરી 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ 25 નવેમ્બરથી 30 ડિસેમ્બર, 2022 સુધી આ પ્રોગ્રામમાં જોડાવા માટે નોંધણી કરાવી હતી.

આ પણ વાંચો: કિસ્મત હોય તો અનૂપ જેવી

શિક્ષણ મંત્રાલયે કહ્યું કે, પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને રાજઘાટ, સદાવિદ અટલ, વડાપ્રધાન મ્યુઝિયમ, કર્તવ્ય પથ જેવા રાષ્ટ્રીય મહત્વના સ્થળો પર પણ લઈ જવામાં આવશે જેથી કરીને તેઓ દેશના સમૃદ્ધ વારસાથી પરિચિત થઈ શકે.કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 'પરીક્ષા પે ચર્ચા' એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અનોખી અને લોકપ્રિય પહેલ છે. જેણે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે અને તેમને તણાવનું સંચાલન કરવામાં અને સ્વસ્થ અને ફિટ રહેવામાં મદદ કરી છે.
First published:

Tags: દેશવિદેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો