પીએમ મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’કરવા રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે પૂછી શકો છો પ્રશ્નો
પીએમ મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’કરવા રજીસ્ટ્રેશન શરૂ, આ રીતે પૂછી શકો છો પ્રશ્નો
આ રજીસ્ટ્રેશન 28 ડિસેમ્બર, 2021થી 20 જાન્યુઆરી, 2022 સુધી ચાલું રહેશે
Pariksha Pe Charcha 2022 Registrations - વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સાથે વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને વાતચીત કરવાની એક તક મળવા જઇ રહી છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) સાથે વિદ્યાર્થી, વાલીઓ અને શિક્ષકોને વાતચીત કરવાની એક તક મળવા જઇ રહી છે. પીએમ મોદી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’(Pariksha Pe Charcha) કાર્યક્રમમાં ભાગ લેવા માટે માર્ચ 2022ની બેચ માટે રજીસ્ટ્રેશન (Registration 2022 batch) પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. આ રજીસ્ટ્રેશન 28 ડિસેમ્બર, 2021થી 20 જાન્યુઆરી, 2022 સુધી ચાલું રહેશે. પ્રશ્નો પૂછવા માટે વિદ્યાર્થીએ સ્પર્ધા જીતવી પડશે. આ સ્પર્ધા ધો-9થી12ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે છે. વિદ્યાર્થીઓ વધુમાં વધુ 500 શબ્દોમાં તેનો પ્રશ્ન સબમિટ કરી શકે છે. માતાપિતા અને શિક્ષકો તેમના માટે ખાસ ડિઝાઇન કરાયેલી ઓનલાઇન પ્રવૃત્તિઓમાં એન્ટ્રી સબમિટ કરી શકે છે.
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં કઇ રીતે લેવો ભાગ?
સ્ટેપ 1 – innovateindia.mygov.in પર જાઓ.
સ્ટેપ 2 – હોમ પેજ પર Participate Now પર ક્લિક કરો.
પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પીએમ મોદીને પ્રશ્ન કરવાનો અવસર મળશે. પહેલા આ કાર્યક્રમનું આયોજન ઓડિટોરિયમમાં કરવામાં આવતું હતું. જ્યાં સામસામે બેસીને પીએમ મોદીને પ્રશ્ન કરવામાં આવતા હતા. પરંતુ ગત વર્ષે કોરોના વાયરસના કારણે આ ઇવેન્ટ ઓનલાઇન યોજવામાં આવી હતી. આ વર્ષે આ કાર્યક્રમ કઇ રીતે યોજાશે તે અંગે સ્પષ્ટતા થઇ નથી. વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચા કિટ અને પ્રમાણ પત્ર મળશે. પસંદ કરાયેલા કેટલાક વિદ્યાર્થીઓને પીએમ મોદી દ્વારા ઓટોગ્રાફ કરાયેલ ડિજીટલ સ્મૃતિચિન્હ પણ એનાયત કરવામાં આવશે.
ગત વર્ષે પીએમ મોદીએ કહ્યું હતું તે, કોવિડ-19ના કારણે શાળાઓ બંધ થઇ ગઇ છે, વિદ્યાર્થીઓએ જે ભૂલ કરી નથી તેના પરીણામોનો સામનો કરી રહ્યા છે. આટલી નાની ઉંમરે એક વર્ષનો સમય એ ઊંચી ઇમારતના પાયામાં શૂન્યતા સમાન છે.
એક્ઝામ વોરીયર્સ નામનું પુસ્તક કર્યુ હતું લોન્ચ
પીએમ મોદીએ એક્ઝામ વોરીયર્સ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું અને ત્યારથી તેમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે પરીક્ષાઓને તણાવમુક્ત બનાવવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનો એક ભાગ છે અને તેનો ઉદ્દેશ્ય બાળકોમાં બોર્ડના ડરને ઓછો કરવાનો છે. 2020માં બહાર પાડવામાં આવેલી નવી નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP)માં પણ આવું જ કહેવામાં આવ્યું છે.
નમો એપ પર એક્ઝામ વોરિયર્સ મોડ્યુલ પરીક્ષા વોરિયર્સ મૂવમેન્ટમાં ઇન્ટરેક્ટિવ ટેક એલિમેન્ટ ઉમેરે છે. મોડ્યુલમાં એક્ટિવિટીઓ પણ છે, જે પ્રેક્ટિકલ અર્થ દ્વારા કોન્સેપ્ટ સમજવામાં મદદ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર