liveLIVE NOW

Pariksha Pe Charcha: PM મોદીનો મંત્ર- ટેક્નોલૉજી મિત્ર, તેના ગુલામ ન બનો

Pariksha Pe Charcha 2020: વડાપ્રધાન મોદી સ્ટુડન્ટ્સને તણાવ દૂર કરવા માટે Tips આપશે

 • News18 Gujarati
 • | January 20, 2020, 13:30 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 2 YEARS AGO
  12:54 (IST)
  PM મોદીએ કહ્યું કે, માતા-પિતાને હું કહેવા માંગું છું કે, બાળકો મોટા થઈ ગયા છે એ સ્વીકારો, પરંતુ જ્યારે બાળકો 2-3 વર્ષના હતા અને ત્યારે આપની અંદર મદદ કરવાની જે ભાવના હતી તેને હંમેશા જીવંત રાખો. બાળકોને તેમની રુચિના યોગ્ય રસ્તે આગળ વધવા માટે હંમેશા પ્રેરિત કરવા જોઈએ.

  12:38 (IST)
  12:26 (IST)
  આ પેઢીમાં જીવન ટેક્નોલૉજી ડ્રિવન થઈ ગયું છે, તેનાથી ડરવાની જરૂર નથી. ટેક્નોલૉજીને મિત્ર માનો, પ્રોએક્ટિવ થવું જરૂરી છે. મારા માટે શું ઉપયોગી છે, તે જાણવું જરૂરી છે. સ્માર્ટ ફોન આપનો સમય ચોરી કરે છે પરંતુ તેમાંથી કેટલોક સમય કાઢીને પોતાના માતા-પિતા સાથે બેસો. ટેક્નોલૉજીને પોતાના કબજામાં રાખવાની જરૂર છે.

  12:13 (IST)
  પીએમે કહ્યું કે, માત્ર પરીક્ષાના માત્ર જિંદગી નથી. કોઈ એક પરીક્ષા પૂરી જિંદગી નથી. તે એક મહત્વપૂર્ણ પડાવ છે. પરંતુ તે સર્વસ્વ છે એવું ન માનવું જોઈએ. હું માતા-પિતાને પણ આગ્રહ કરું છું કે બાળકોને એવી વાતો ન કરો કે પરીક્ષા જ સર્વસ્વ છે.

  12:12 (IST)
  12:1 (IST)
  ઉત્તરાખંડ સ્થિત કોટદ્વારના સ્ટુડન્ટ મયંકના એક સવાલના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે, જાણતાં-અજાણતાં આપણે તે દિશામાં ચાલ્યા જઈએ છીએ જેમાં સફળતા-નિષ્ફળતાનું મુખ્ય બિંદુ કેટલાક વિશેષ પરીક્ષાઓના માર્ક્સ બની ગયા છે. તેના કારણે મન પણ તે વાત પર રહે છે કે બાકી બધું બાદમાં કરીશું, એક વાર માર્ક્સ લઈ આવું.

  11:54 (IST)
  જ્યારે હું ચંદ્રયાન લૉન્ચ માટે જતો હતો તો લોકોએ મને કહ્યું હતું કે ત્યાં ન જવું જોઈએ કારણે તેના સફળ થવાની સો ટકા નથી. તો મેં કહ્યું કે, તેના કારણે મારે જવું જોઈએ. ચંદ્રયાનના જ્યારે અંતિમ મિનિટો હતો તો વૈજ્ઞાનિકોના ચહેરા પર તણાવ હતો. જ્યારે ચંદ્રયાન નિષ્ફળ ગયું તો મને નિરાંતે ઊંઘ નહોતી આવી.

  11:44 (IST)
  રાજસ્થાનના એક સ્કૂલની સ્ટુડન્ટ યશસ્વીએ પીએમ મોદીને સવાલ કર્યો કે બોર્ડના કારણે તેમનો મૂડ ઑફ થઈ જાય છે. તેના જવાબમાં પીએમે કહ્યું કે, હું તો વિચારતો હતો કે જવાનોનો મૂડ ઑફ જ નથી થતો પરંતુ શું કોઈએ વિચાર્યું છે કે મૂડ ઑફ કેમ થાય છે. મને લાગે છે કે મૂડ ઑફ થવામાં બહારની પરિસ્થિતિઓ જવાબદાર છે. તમે ભણી રહ્યા છો અને માતાને કહો છો કે 6 વાગ્યે ચા જોઈએ પરંતુ વચ્ચે જ તમે ઘડીયાળ જોઈ લો છો કે 6 વાગ્યા કે નહીં તો અહીંથી ગડબડ શરૂ થઈ જાય છે. આપણે મામૂલી વાત પર મૂડ ખરાબ નથી કરવા માંગતા.

  11:41 (IST)
  વડાપ્રધાને કહ્યું કે, આજે ફેશન હૅશટેગ વિધાઉટ ફિલ્ટર છે. આપણે પણ ફિલ્ટર વગર વાત કરીશું. તેમાં કોઈની પણ ભૂલ હોઈ શકે છે. મારીથી પણ. પરંતુ મારાથી ભૂલ થશે તો ટીવીવાળાઓને ખુશી થશે.

  11:34 (IST)
  પીએમ મોદીએ કહ્યું કે, આપનો મિત્ર નરેન્દ્ર મોદી ફરી એકવાર તમારી વચ્ચે છે. આપ સૌને નવા વર્ષ 2020ની શુભેચ્છાઓ. મોદીએ કહ્યું કે, પીએમ તરીકે મેં અનેક પ્રકારના કાર્યક્રમોની ઘોષણા કરી છે. તે સૌમાં મને નવા અનુભવ થયા. પરંતુ જો કોઈ મને પૂછે કે કયો કાર્યક્રમ મારા દિલની નજીક છે તો આનું જ નામ લઉં છું.

  Pariksha Par Charcha 2020: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં આજે દેશભરના સ્ટુડન્ટ્સને સંબોધિત કરશે. આ દરમિયાન કેટલાક સ્ટુડન્ટ્સ તેમને સવાલ પણ પૂછશે જેના પીએમ મોદી જવાબ આપશે. આ કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ જ એન્કરિંગ કરશે. પરીક્ષા પર ચર્ચા (Pariksha Par Charcha)નો આ ત્રીજો અધ્યાય આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ (Talkatora Stadium) ખાતે આયોજિત થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સ્ટુડન્ટ્સને તણાવ દૂર કરવા માટે અનેક સૂચનો આપશે.

  દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે. પીએમ મોદી દેશભરના વિદ્યાર્થીઓ સાથે વિભિન્ન માધ્યમોથી સંપર્ક કરશે ટીવી ચેનલો, પીએમઓ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી)ના ફેસબુક અને યૂટ્યૂબ ચેનલ સહિત ઑલ ઈન્ડિયા રેડિયો પર આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ થશે.

  દેશના 15 કરોડ સ્ટુડન્ટ્સ કાર્યક્રમ જોશે

  આર.સી. મીનાએ વધુમાં જણાવ્યું કે, એચઆરડીએ ધોરણ-9થી ધોરણ-12 સુધીના 2000થી વધુ સ્ટુડન્ટ્સની પસંદગી કરે છે, જે તાલકટોરા સ્ટેડિયમમાં પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થશે. મીનાએ જણાવ્યું કે દેશભરમાં 15 કરોડથી વધુ સ્ટુડન્ટ્સ પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમને જોશે. તેઓએ જણાવ્યું કે સીબીએસસી બોર્ડથી ભણનારા વિદેશી સ્ટુડન્ટ્સ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

  નોંધનીય છે કે, પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ પોતાની રીતનો એક ઉત્કૃષ્ટ કાર્યક્રમ છે, જેની શરૂઆત વડાપ્રધાન મોદીએ કરી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્ટુડન્ટ્સના તણાવને દૂર કરવા અને તેમની અંદર આત્મવિશ્વાસ વધારવાનો છે. આ કાર્યક્રમને લઈ સ્ટુડન્ટ્સ, શિક્ષકો અને અભિભાવકોમાં ખૂબ ઉત્સાહ છે. આ તમામ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉત્સુક તો છે ઉપરાંત વડાપ્રધાન સાથે બહુમૂલ્ય સૂચન પ્રાપ્ત કરવાની પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

  આવી રીતે થાય છે સ્ટુડન્ટ્સની પસંદગી

  પીએમ મોદીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ પરીક્ષા પર ચર્ચા માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ધોરણ-9થી ધોરણ-12 સુધીના સ્ટુડન્ટ્સ માટે એક લઘુ નિબંધ પ્રતિયોગિતા રાખી હતી. તેમાંથી પસંદગી પામેલા લગભગ 2000 સ્ટુડન્ટ્સને આ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. પ્રતિયોગિતા માટે લઘુ નિબંધ 2 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2019 સુધી ઑનલાઇન આમંત્રિત કરવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો, પરીક્ષા પે ચર્ચા'માં ભાગ લેવા ગુજરાતના સ્ટુડન્ટ્સ દિલ્હી પહોંચ્યા, કહ્યું- PM પાસેથી પ્રેશર ફ્રી કેવી રીતે રહેવું તેના વિશે જાણીશું
  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन