Pariksha Pe Charcha 2020 : સ્પોર્ટ્સથી અભ્યાસને કોઈ નુકસાન નથી થતું, પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો મંત્ર

News18 Gujarati
Updated: January 20, 2020, 2:10 PM IST
Pariksha Pe Charcha 2020 : સ્પોર્ટ્સથી અભ્યાસને કોઈ નુકસાન નથી થતું, પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો મંત્ર
પીએમ મોદીને સવાલ પૂછી રહેલી વિદ્યાર્થિનીઓ.

પીએમ મોદીએ કહ્યુ કે, 'જાણતા કે અજાણતા આપણે એ દીશા તરફ ચાલવા લાગ્યા છીએ જેમાં સફળતા-નિષ્ફળતાનું મુખ્ય બિંદુ અમુક વિશેષ પરીક્ષાના માર્ક્સ બની ગયા છે.'

  • Share this:
Pariksha pe Charcha 2020 : પરીક્ષા પે ચર્ચા 2020 દરમિયાન પીએમ મોદીને વિદ્યાર્થીઓએ પૂછ્યું કે શું ઉત્તર પ્રવૃત્તિઓથી અભ્યાસમાં નુકસાન થાય છે? શું અભ્યાસની સાથે સાથે રમતગમતમાં ધ્યાન આપવાથી ભણવામાં પાછળ રહી જવાય? આ પ્રશ્નોનાં જવાબમાં પીએમ મોદીએ કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું તમને આવું લાગે છે? શું તમને રમતગમત કે ઇત્તર પ્રવૃત્તિ કરવાના કામને સમયનો બગાડ લાગે છે? વડાપ્રધાનના આ સવાલના જવાબમાં તમામ છાત્રોએ એક સૂરમાં 'ના' કહ્યું હતું.

પીએમ મોદીએ કહ્યુ કે, 'જાણતા કે અજાણતા આપણે એ દીશા તરફ ચાલવા લાગ્યા છીએ જેમાં સફળતા-નિષ્ફળતાનું મુખ્ય બિંદુ અમુક વિશેષ પરીક્ષાના માર્ક્સ બની ગયા છે. આની અસર એવી થાય છે કે તમારું મન પણ એ તરફ જ ધ્યાન આપે છે, કે પહેલા હું માર્ક્સ લાવું પછી બીજું કરીશ.' પીએમ મોદીએ કહ્યુ કે, Extra-curricular activities ન કરવી એ તમને રોબોટ બનાવી દેશે. તમે તેને બદલી શકો છો. એક વાત એ પણ ધ્યાનમાં રાખવી કે આના માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા જરૂરી છે. આજે અનેક અવસરો છે, મને આશા છે કે યુવાઓ તેનો ઉપયોગ કરશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બીજી બાજું એવા માતાપિતા પણ છે જેઓ કોઈ ફેશનની જેમ ઇત્તર પ્રવૃત્તિઓ કરાવતા હોય છે અને આ માટે તેમના પર દબાણ પણ કરે છે. આવું કરવું પણ અયોગ્ય છે. બાળકો પર અભ્યાસ કે ઇત્તર પ્રવૃત્તિઓ અંગે દબાણ લાવવાથી તેની ખરાબ અસર થઈ શકે છે. શક્ય છે કે ઇત્તર પ્રવૃત્તિમાં જ તમે તમારી કારકિર્દી બનાવી લો, અને ન પણ બનાવી શક્યા તો તેનો અનુભવ તમને જીવનમાં અનેક પડકારોનો સામનો કરતા શીખવશે.

First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
  • India
  • World

India

  • Active Cases

    6,039

     
  • Total Confirmed

    6,761

     
  • Cured/Discharged

    515

     
  • Total DEATHS

    206

     
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

  • Active Cases

    1,205,144

     
  • Total Confirmed

    1,682,220

    +78,568
  • Cured/Discharged

    375,093

     
  • Total DEATHS

    101,983

    +6,291
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres