પરીક્ષા પે ચર્ચા : PM મોદીએ ટ્વિટ કરી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે માંગ્યા સવાલ

પરીક્ષા પે ચર્ચા : PM મોદીએ ટ્વિટ કરી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે માંગ્યા સવાલ
Board Exam 2020: ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ PMએ શરૂ કરી યૂનીક કૉન્ટસ્ટ, 'પરીક્ષા પે ચર્ચા 2020'

Board Exam 2020: ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ PMએ શરૂ કરી યૂનીક કૉન્ટસ્ટ, 'પરીક્ષા પે ચર્ચા 2020'

 • Share this:
  PARIKSHA PE CHARCHA 2020: વર્ષ 2020ની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચમાં આયોજિત થવાની છે. પરીક્ષા માટે તમામ બોર્ડ, સ્કૂલો અને વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા છે. 2020ની બોર્ડ પરીક્ષા માટે વડાપ્રધાને પણ યૂનીક કૉન્ટેસ્ટ શરૂ કરી. આ કૉન્ટેસ્ટનું નામ 'પરીક્ષા પે ચર્ચા 2020' છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, પરીક્ષા એકદમ નજીક આવી રહી છે અને તેથી પરીક્ષા પે ચર્ચા! તણાવમુક્ત પરીક્ષાઓ માટે એક સાથે કામ કરીએ. 9th થી 12th ક્લાસ માટે એક યૂનીક કૉન્ટેસ્ટ છે. જીતનારા વિદ્યાર્થીઓને પરીક્ષા પે ચર્ચા 2020 (PARIKSHA PE CHARCHA 2020-PPC)માં ભાગ લેવાની તક મળશે. જાણો શું છે પરીક્ષા પે ચર્ચા 2020...

  2018 અને 2019માં પરીક્ષા પે ચર્ચાની જોરદાર સફળતા અને ઉત્સાહને જોતાં ફરી એકવાર પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા પે ચર્ચા 2020 (PPC 2020) બોર્ડની પરીક્ષાઓ કે અન્ય પ્રવેશ પરીક્ષાઓમાં સામેલ થનારા યુવા સ્ટુડન્ટને તણાવ દૂર કરવામાં મદદ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા અને બીજા સવાલ પૂછવાની પણ તક મળશે. PPC 2020, પરીક્ષા પે ચર્ચાનું ત્રીજું સંસ્કરણ 2 ડિસેમ્બર 2019થી લૉન્ચ કરવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંવાદની તારીખ પહેલા ક્વોલિફાય કરનારા વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરવામાં આવશે.  પ્રતિયોગિતામાં માત્ર ધોરણ 9થી 12 સુધીના સ્ટુડન્ટ ભાગ લઈ શકે છે. ભાગ લેનારાઓને 5 વિષયોમાંથી કોઈ એક પર મહત્તમ 1500 અક્ષરોમાં પોતાનો જવાબ લખવાનો છે. ભાગ લેનારા મહત્તમ 500 અક્ષરોમાં વડાપ્રધાનને પોતાનો સવાલ મોકલી શકે છે.

  પસંદ થયેલા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સંવાદ સત્રમાં ભાગ લેવાની તક મળશે. જાન્યુઆરી 2020માં નવી દિલ્હીમાં આયોજિત થનારા સંવાદ સત્ર દરમિયાન કેટલીક ઉત્તમ પ્રતિક્રિયાઓને પણ પ્રદર્શિત થશે.

  આવી રીતે 'પરીક્ષા પે ચર્ચા 2020'માં ભાગ લો...

  -PARIKSHA PE CHARCHA 2020માં ભાગ લેવા માટે https://innovate.mygov.in/ppc-2020/ પર જાઓ.
  -Participate as Student કે Participate through Teacher પર ક્લિક કરો.
  - Participate as Student પર ક્લિક કરી https://auth.mygov.in/user/login?destination=oauth2/authorize આ લિંક ખુલશે.
  - માંગવામાં આવેલી વિગતો ભરીને સબમિટ કરો અને ભાગ લો.
  Published by:News18 Gujarati
  First published:December 05, 2019, 14:05 pm

  ટૉપ ન્યૂઝ