વિચિત્ર કેસ: માતા-પિતાએ દીકરાનું PORN કલેક્શન ફેંકી દીધું, કોર્ટે રૂ. 22 લાખ ચૂકવવાનો કર્યો આદેશ

પ્રતિકાત્મક તસવીર

અમેરિકામાં એક દંપતીએ પોતાના પુત્રના પોર્ન સંબંધિત પુસ્તકો અને સામગ્રી (Porn Collection)ને બહાર ફેંકી દીધી. જેથી નારાજ થઈને દીકરાએ પોતાના જ માતા -પિતા વિરુદ્ધ કોર્ટમાં કેસ (son filed a case against the parents) દાખલ કરી દીધો

 • Share this:
  અમેરિકા (America)માં એક એવો વિચિત્ર કિસ્સો (Strange case) સામે આવ્યો છે જે ખૂબ જ વિચિત્ર છે. ઉલ્લેખનીય છે કે, એક દંપતી (Couple)એ પોતાના પુત્રના પોર્ન સંબંધિત પુસ્તકો અને સામગ્રી (Porn Collection)ને બહાર ફેંકી દીધી. જેથી નારાજ થઈને દીકરાએ પોતાના જ માતા -પિતા વિરુદ્ધ કોર્ટમાં કેસ (son filed a case against the parents) દાખલ કરી દીધો, મહત્વની વાત એ છે કે, દીકરાને યુ.એસ.ની એક કોર્ટ (US Court) કેસમાં જીત મળી છે. હવે કોર્ટના આદેશ (Court Orders) પર, માતા -પિતા (Mother Father)એ પોર્ન કલેક્શન બહાર ફેંકવા માટે તેમના પોતાના દીકરાને 30441 ડોલર એટલે કે, લગભગ રૂ. 22,37,316નું નુકસાન વળતર ચૂકવવું પડશે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્ટના જજે પશ્ચિમી મિશિગન દંપતીને તેમના પુત્રની પોર્નોગ્રાફી સામગ્રીને બહાર ફેંકી દેવા પર એટલે તેનાથી છૂટકારો મેળવવા ભરેલા પગલા માટે 30,441 ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે, આ અઠવાડિયે, યુએસ ડિસ્ટ્રિક્ટ જજ પોલ માલોનીનો ચુકાદો 43 વર્ષીય ડેવિડ વર્કિંગની તરફેણમાં આવ્યો હતો. જજે આ નિર્ણય માતા-પિતા વિરુદ્ધ કેસ જીત્યાના આઠ મહિના પછી સંભળાવ્યો છે.

  જજે કહ્યું કે, માતા-પિતાને દીકરાની અશ્લિલ ફિલ્મ સામગ્રી, સામયિકો અને અન્ય વસ્તુઓના સંગ્રહને ફેંકી દેવાનો કોઈ અધિકાર નથી. છૂટાછેડા પછી ઇન્ડિયાના જતા પહેલા વર્કિંગ 10 મહિના સુધી તેના ગ્રાન્ડ હેવન ઘરમાં રહેતો હતો.

  આ પણ વાંચોક્રૂરતાની હદ! VIDEO - પહેલા ઢોર માર માર્યો, પછી ફિલ્મિ સ્ટાઈલમાં ગાડી પાછળ બાંધી ઢસેડ્યો, યુવાનનું દર્દનાક મોત

  MLive.comના અહેવાલ અનુસાર, ન્યાયાધીશે વિશેષજ્ઞ દ્વારા નિર્ધારિત મૂલ્યોનું પાલન કર્યું. વર્કિંગના માતા -પિતાએ તેમના દીકરાના વકીલને પણ 14,500 ડોલર ચૂકવવા પડશે. ઇન્ડિયાના ગયા પછી, વર્કિંગને ખબર પડી કે તેની પોર્ન સંબંધિત સામગ્રી ગાયબ હતી, ત્યારબાદ તેણે કોર્ટનો સહારો લેવાનું નક્કી કર્યું. તેના માતા-પિતા તેમના પુત્રની પોર્નોગ્રાફી સામગ્રી અને ફિલ્મોથી છુટકારો મેળવવા માંગતા હતા.
  Published by:kiran mehta
  First published: