અભિનંદનના માતાપિતાનું ચેન્નાઇ એરપોર્ટ પર મુસાફરોએ તાળી પાડીને કર્યું સ્વાગત

ન્યૂઝ18 ક્રિએટિવ

વિંગ કમાન્ડરના માતાપિતા ગુરુવારે ચેન્નાઇથી દિલ્હી માટે રવાના થયા હતા, અહીંથી તેઓ અમૃતસર માટે રવાના થયા હતા.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : ચેન્નાઇ એરપોર્ટ પર ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનના માતાપિતા આવતાની સાથે મુસાફરો જોશમાં આવી ગયા હતા. અભિનંદનના માતાપિતા તેના પુત્રને લેવા માટે અહીં આવી પહોંચ્યા હતા. અહીંથી તેમણે દિલ્હીની ફ્લાઇટ પકડી હતી. વિંગ કમાન્ડર અભિનંદનના માતાપિતા જેવા વિમાનમાં દાખલ થયા કે તમામ મુસાફરો ઉભા થઈ ગયા હતા અને તાળીઓ પાડીને બંનેને સ્વાગત કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે વાઘા બોર્ડર ખાતે પોતાના પુત્રને લેવા માટે વિંગ કમાન્ડર અભિનંદનના માતાપિતા પણ પહોંચી ગયા છે. વાયુસેનાનું એક પ્રતિનિધિ મંડળ વાઘા બોર્ડર ખાતે અભિનંદનનું સ્વાગત કરશે.

    આ પણ વાંચો :  વિંગ કમાન્ડરની મુક્તિ પહેલા પાક. વિદેશ મંત્રીએ તેમના પરિવારને મોકલ્યો સંદેશ!

    અભિનંદનના માતાપિતા પોતાના પુત્રને લેવા માટે ગુરુવારે સાંજે ચેન્નાઈથી દિલ્હી માટે રવાના થયા હતા. અભિનંદનના માતાપિતા જેવા વિમાનમાં સવાર થયા કે તેમને માન આપવા માટે વિમાનમાં સવાર તમામ યાત્રીઓ ઉભા થઈ ગયા હતા. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો પરથી અંદાજ લગાવી શકાય છે કે દેશનો હીરો પરત આવવાની લોકોમાં કેટલી ખુશી છે. વિમાનમાં સવાર તમામ લોકોએ અભિનંદનના માતાપિતાનું અભિવાદન કર્યું હતું.

    આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાતે ગુરુવારે પાકિસ્તાનની સંસદના બંને ગૃહને સંબોધન કરતા જાહેરાત કરી હતી કે, પાકિસ્તાન ભારતના પાયલટ અભિનંદનને શુક્રવારે મુક્ત કરશે. શુક્રવારે એવા પણ સમાચાર આવ્યા છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ અભિનંદનના માતાપિતાનો સંપર્ક કરીને તેમનો પુત્ર સલામત હોવાનો સંદેશ પાઠવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: