તેલંગાણા (Telangana)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના જગતિયાલ શહેરમાં રહેતા 11 વર્ષના છોકરાએ માત્ર એટલા માટે આત્મહત્યા (Telangana) કરી લીધી કારણ કે તેના માતા-પિતાએ તેને ફિલ્મ (Movie) જોવા માટે પૈસા નહોતા આપ્યા. પોલીસના જણાવ્યા અનુસાર છોકરાએ ફાંસી લગાવીને આત્મહત્યા (Boy Suicide) કરી છે.
મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર છોકરાનું નામ પી નવદીપ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે એક્ટર પવન કુમાર (Actor Pawan Kumar)નો ઘણો મોટો ફેન હતો. તેણે પવન કુમારની ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ જોવા માટે તેના મિત્રો સાથે પ્લાન પણ બનાવ્યો હતો. તેણે તેના માતા-પિતા પાસે ફિલ્મની ટિકિટ માટે 300 રૂપિયા માંગ્યા હતા.
કહેવાય છે કે તેના પિતાએ તેને 300 રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. આ વાતથી નવદીપને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના ઘરની બાલ્કનીમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટના સોમવારે રાત્રે બની હતી. તેણે આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી ગઈ હતી.
પુત્રના મૃત્યુ બાદ માતા-પિતા આઘાતમાં છે. રડ રજીને તેમની હાલત ખરાબ થઇ ગઇ છે. ત્યાં જ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર