પરમવીર સિંહનો આરોપ, અનિલ દેશમુખે સચિન વાઝેને આપ્યો હતો 100 કરોડનો ટાર્ગેટ

પરમવીર સિંહનો આરોપ, અનિલ દેશમુખે સચિન વાઝેને આપ્યો હતો 100 કરોડનો ટાર્ગેટ (File Photo)

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા

 • Share this:
  મુંબઈ : મુંબઈ પોલીસના ધરપકડ કરાયેલા અધિકારી સચિન વાઝે (Sachin Vaze)કેસમાં નવો મોડ આવ્યો છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહે (Parambir Singh)મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (CM Uddhav Thackeray)પત્ર લખીને ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે લેટરમાં લખ્યું કે ગૃહમંત્રી દેશમુખે સચિન વાઝેને કહ્યું હતું કે તેમને દર મહિને 100 કરોડનો ટાર્ગેટ મળ્યો છે. આ ટાર્ગેટને મેળવવા માટે ગૃહમંત્રી દેશમુખે વાઝેને કહ્યું હતું કે જો મુંબઈમાં રહેલા 1750 બાર અને રેસ્ટોરન્ટમાંથી 2-3 લાખ મળે તો પણ મહિનામાં 40-50 કરોડ રૂપિયા ભેગા કરી શકાય છે.

  પરમવીર સિંહે લખ્યું છે કે વાઝે તે દિવસે મારી ઓફિસમાં આવ્યો હતો અને આ ટાર્ગેટ વિશે જાણકારી આપી હતી. હું આ વાતચીતથી આશ્ચર્યચકિત હતો અને વિચારી રહ્યો હતો કે આ સ્થિતિથી કેવી રીતે નિપટાવી શકાય.

  આ પણ વાંચો - રાજ્યમાં કોરોના વાયરસના નવા 1565 કેસ, અમદાવાદ, સુરતમાં ચિંતામાં વધારો

  આ મુદ્દે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વિટ કરીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે સચિન વાઝેનો એન્ટિલિયા અને મનસુખ હિરેન કેસથી સીધો સંબંધ સામે આવી રહ્યો છે. પરમવીર સિંહને ડર છે કે હવે તેના તાર તેની સાથે પણ જોડાશે. તેમણે આ ખોટા આરોપ પોતાને કાનૂની ગાળિયાથી બચાવવા માટે લગાવ્યા છે.

  લેટરમાં પરમવીર સિંહે એ પણ કહ્યું છે કે મારા ટ્રાન્સફરના સંબંધમાં ગૃહમંત્રી તરફથી ખોટા નિવેદન આપવામાં આવ્યા છે. પરમવીર સિંહે અનિલ દેશમુખે એક ઇન્ટરવ્યૂમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશમુખે કહ્યું કે એન્ટિલિયા કેસની તપાસમાં પરમવીર સિંહે તરફથી હળવાશ દાખવી છે. સિંહ દ્વારા કરવામાં આવેલી ભૂલ માફી લાયક નથી અને તેમનું ટ્રાન્સફર પ્રશાસનિક ગ્રાઉન્ડ પર થયું નથી.

  લેટરમાં પરમવીર સિંહે ઉદ્ધવ ઠાકરેને યાદ અપાવતા લખ્યું છે કે તે પહેલા પણ અનિલ દેશમુખના સંબંધમાં જાણકારી આપી ચૂક્યા છે. તેમણે આ વિશે રાજ્યના ડિપ્ટી ચીફ મિનિસ્ટર અજિત પવાર અને એનસીપી પ્રેસિડેન્ટ શરદ પવારને પણ જાણકારી આપી હતી.
  Published by:Ashish Goyal
  First published: