Home /News /national-international /Covaxin રસી લગાવ્યા બાદ બાળકોને પેરાસિટામોલ કે પેઇન કિલર ન આપો, Bharat Biotechનું નિવેદન
Covaxin રસી લગાવ્યા બાદ બાળકોને પેરાસિટામોલ કે પેઇન કિલર ન આપો, Bharat Biotechનું નિવેદન
(ફોટો- ANI)
Covaxin Dose and Paracetamol: ભારત બાયોટેકે (Bharat Biotech) કહ્યું કે, પેરાસિટામોલને કોવિડની અન્ય વેક્સિન (Covid-19 vaccine) સાથે લેવાની સલાહ ભલે આપવામાં આવી હોય, પણ કોવેક્સિન લગાવ્યા બાદ આ ટેબ્લેટની કોઈ જરૂર નથી.
નવી દિલ્હી. ભારત બાયોટેકે (Bharat Biotech) એક એડવાઇઝરી જારી કરતા કહ્યું છે કે કોવેક્સિન (Covaxin) લગાવ્યા બાદ પેરાસિટામોલ કે કોઈ પેઈન કિલર (Pain killer) લેવાની જરૂર નથી. જણાવી દઈએ કે કોવેક્સિન બનાવનારી ભારત બાયોટેકે કહ્યું કે, ‘અમને જાણકારી મળી છે કે કેન્દ્રો પર બાળકોને પેરાસિટામોલ લેવા માટે કહેવામાં આવી રહ્યું છે. પરંતુ ડોક્ટરની સલાહ બાદ જ દવા લો.’
ભારત બાયોટેકે કહ્યું કે અમને ફીડબેક મળ્યું છે કે કેટલાક રસીકરણ કેન્દ્રો પર બાળકો માટે કોવેક્સિન સાથે 500 એમજીની ત્રણ પેરાસિટામોલ ટેબ્લેટ લેવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ કોવેક્સિન લગાવ્યા બાદ પેરાસિટામોલ કે કોઈ પેઈન કિલર ન લો.
કંપનીએ કહ્યું કે લગભગ 30,000 લોકો પર ક્લિનીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ 10થી 20 ટકા લોકોએ જ જણાવ્યું હતું કે તેમને કોવેક્સિન બાદ કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ થઈ છે. પરંતુ તેમાંથી મોટાભાગના લોકોને હળવી સમસ્યા જ થઈ. જોકે, એ લોકો એક કે બે દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ ગયા. એવામાં કોઈ દવાની જરૂર ન પડી.
વેક્સિન બનાવનારી કંપનીએ કહ્યું કે પેરાસિટામોલને કોવિડની અન્ય વેક્સિન (Covid-19 vaccine) સાથે લેવાની સલાહ ભલે આપવામાં આવી હોય, પણ કોવેક્સિન લગાવ્યા બાદ આ ટેબ્લેટની કોઈ જરૂર નથી.
ગયા મહિને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ અમુક શરતો સાથે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે કોવેક્સીનના ઉપયોગને મંજૂરી આપી હતી. દેશમાં 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના કિશોરો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તેમને માત્ર કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે.
કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે ભારતના 15-18 વર્ષની વયના 1.06 કરોડ અથવા 14.3 ટકા કિશોરોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. સરકારે કહ્યું કે દેશમાં 15-18 વર્ષ વયજૂથમાં અંદાજે 7,40,57,000 કિશોરો છે અને તેઓ રસીકરણ માટે પાત્ર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે જાહેરાત કરી હતી કે 3 જાન્યુઆરીથી 15-18 વયજૂથના કિશોરો માટે કોવિડ વિરોધી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે, જ્યારે 10 જાન્યુઆરીથી આરોગ્ય અને ફ્રન્ટલાઈન વર્કર્સને ‘પ્રિકોશન ડોઝ’ એટલે કે ત્રીજો ડોઝ આપવામાં આવશે.
દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર