Home /News /national-international /

ચા ખરાબ હોવાની ફરિયાદ કરતા પેન્ટ્રીકારના સ્ટાફે મુસાફરને ફટકાર્યો

ચા ખરાબ હોવાની ફરિયાદ કરતા પેન્ટ્રીકારના સ્ટાફે મુસાફરને ફટકાર્યો

આરોપ લગાવવામં આવ્યો છે કે નીતેશ મદદ માટે કોઈને બૂમ પાડે તે પહેલા જ મેનેજરે તેના મોઢામાં કપડું ઠૂસી દીધું હતું.

આરોપ લગાવવામં આવ્યો છે કે નીતેશ મદદ માટે કોઈને બૂમ પાડે તે પહેલા જ મેનેજરે તેના મોઢામાં કપડું ઠૂસી દીધું હતું.

    છત્તીસગઢ એક્સપ્રેસમાં ખરાબ ચાની ફરિયાદ કરવા પર મુસાફરને પેન્ટ્રીકારના કર્મચારીઓએ બંધક બનાવીને તેની સાથે ખૂબ મારપીટ કરી હતી. ટ્રેનમાં બેઠેલા અમુક મુસાફરોએ આની ફરિયાદ રેલવે મંત્રીને કરી હતી. બાદમાં હરકતમાં આવેલા રેલવે મંત્રાલયે મારપીટ કરનારા લોકોને ઝાંસી ઉતારી દીધા હતા અને ગ્વાલિયર સ્ટેશન પર પેન્ટ્રીકારમાં નવો સ્ટાફ મૂકવામાં આવ્યો હતો.

    છત્તીસગઢ એક્સપ્રેસમાં નીતેશસિંહ પોતાના પરિવાર સાથે મુસાફરી કરી રહ્યા હતા. આખો પરિવાર એસ-6 કોચમાંથી નિઝામુદ્દીન જઈ રહ્યો હતો. છત્તીસગઢ એક્સપ્રેસ જેવી લલિતપુરથી આગળ નીકળી કે રેલવેના કર્મચારીઓ રેલવે કોચમાં ચા વેચવા માટે આવ્યા હતા. નીતેશસિંહે એક ચા ખરીદી હતી. ચાની ગુણવત્તા ખરાબ હોવાને કારણે નીલેશસિંહે આ અંગેની ફરિયાદ પેન્ટ્રીકારમાં હાજર મેનેજરને કરી હતી. ફરિયાદ બાદ મેનેજર ગુસ્સે ભરાયો હતો અને તેણે કર્મચારીઓની મદદથી નીલેશને પેન્ટ્રીકારમાં જ બંધ કરી દીધો હતો.

    મોઢામાં કપડું ઠૂસીને મારપીટ

    આરોપ લગાવવામં આવ્યો છે કે નીતેશ મદદ માટે કોઈને બૂમ પાડે તે પહેલા જ મેનેજરે તેના મોઢામાં કપડું ઠૂસી દીધું હતું. બાદમાં મેનેજર અને 12 કર્મચારીઓ સાથે નીલેશસિંહને 30 મિનિટ સુધી ફટકારતા રહ્યા હતા.

    આરોપીઓની ધરપકડ

    છત્તીસગઢ એક્સપ્રેસમાં સવાર બીજા મુસાફરોએ આ ઘટનાની જાણકારી રેલવે મંત્રીને આપી હતી. રેલવે મંત્રાલય સુધી સમાચાર પહોંચતા જ વાવાઝોડું આવી ગયું હતું. ઝાંસી જીઆરપીએ ટ્રેનમાં સવાર પેન્ટ્રીકારના 12 કર્મચારીઓની અટકાયત કરી હતી. જોકે, પેન્ટ્રીકારનો મેનેજર ઘરના સ્થળેથી ભાગી ગયો હતો.

    પીડિત નિલેશસિંહની ફરિયાદ પર જીઆરપીએ તેનું મેડિકલ કરાવ્યું હતું. ઘટના બાદ ગ્વાલિયરથી છત્તીસગઢ એક્સપ્રેસમાં પેન્ટ્રીકારમાં નવો સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chhattisgarh express, Pantry Car, Passenger beaten, Tweet, રેલવે, રેલવે મંત્રી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन