TikTok વીડિયો બનાવવા થાંભલા પર ચઢેલા યુવકને લાગ્યો કરન્ટ, બે કલાક સુધી લટકતી રહી લાશ

TikTokના શોખના કારણે યુવકે જીવ ગુમાવ્યો.

વધુ સારો TikTok વીડિયો બનાવવા જોખમ લેતાં થયું મોત, નીચે ઊભેલા મિત્રો દુર્ઘટના બાદ ફરાર થઈ ગયા

  • Share this:
    સુમિત કુમાર, પાણીપત : TikTok પર વીડિયો બનાવવાનો શોખ એક યુવકને ભારે પડી ગયો. 22 વર્ષીય યુવક TikTok વીડિયો બનાવવા માટે દારૂની બોટલ (Alcohol Bottle) લઈને રેલવે (Indian Railways) લાઇનના વીજળીના થાંભલા પર ચઢી ગયો. આ દરમિયાન કરન્ટ લાગવાથી તેનું મોત થઈ ગયું. મૃતક યુવકની લાશ બે કલાક સુધી થાંભલા પર લટકેલી રહી. દુર્ઘટના બાદ યુવકના મિત્ર તેને ત્યાં છોડીને ભાગી ગયા. પોલીસે યુવકની લાશને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ (Post mortem) માટે પાણીપતની સિવિલ હૉસ્પિટલમાં મોકલી આપી છે.

    નોંધનીય છે કે, ધર્મગઢ ગામનો રહેવાસી 25 વર્ષીય વિકાસ ઉર્ફે વિક્કી પોતાના મિત્રોની સાથે મતલૌડામાં આઈટીઆઈની પાછળ લગભગ 4 વાગ્યે ટિક-ટૉક પર વીડિયો બનાવી રહ્યો હતો. વિકાસ રેલવે લાઇનની નજીક વીજળીના થાંભલા પર ચઢી ગયો. સારા વીડિયો બનાવવાના ચક્કરમાં તે વધુ ઊંચાઈ પર ચઢી ગયો. હાઈ વોલ્ટેજની લાઇને તેને લગભગ પાંચ ફુટના અંતરથી પોતાની તરફ ખેંચી લીધો. જેના કારણે તે દાઝી ગયો. મિત્રો દુર્ઘટના બાદ ત્યાંથી ફરાર થઈ ગયા.

    મૃતક યુવક વિકાસની ફાઇલ તસવીર


    ત્યાંથી પસાર થતાં વ્યક્તિએ પોલીસને જાણ કરી

    ત્યાંથી પસાર થઈ રહેલા કોઈ વ્યક્તિએ યુવકને થાંભલે ચોંટેલો જોતા તેની માહિતી મતલૌડા પોલીસને કરી. મતલૌડા પોલીસે મામલાની જાણકારી જીઆરપીને આપી. જીઆરપીના એસઆઈ હવા સિંહે રેલવેના ઉચ્ચ અધિકારીઓને મામલની જાણકારી આપી સપ્લાય બંધ કરાવ્યો અને લાશને પાણીપતની જનરલ હૉસ્પિટલમાં લઈ ગયા. પોલીસે વિકાસના મોબાઇલને પોતાના કબજામાં લઈ લીધો.

    આ પણ વાંચો, ચોંકાવનારો ખુલાસો! બીમાર દીકરીની સારવાર માટે પૈસા નહોતા તો પિતાએ કરી દીધી હત્યા

    આર્મીમાં ભરતી થવાની તૈયારી કરી રહ્યો હતો

    મૃતક વિકાસના પિતા અને કાકાનું પહેલા જ દેહાંત થઈ ગયું હતું. બીજી તરફ એક મોટો ભાઈ ટ્રક ડ્રાઇવર છે જે જેલમાં કેદ છે. તે પોતાની માતાની સાથે ગામમાં રહેતો હતો. તેના પિતરાઈ ભૂપેન્દ્રએ જણાવ્યું કે વિકાસ ધોરણ-12 બાદ ભારતીય સેનામાં ભરતી થવા માટે તૈયારી કરી રહ્યો હતો.

    આ પણ વાંચો, મહિલા IASની પહેલ, ખાનગીને બદલે સરકારી હૉસ્પિટલમાં આપ્યો દીકરાને જન્મ
    Published by:Mrunal Bhojak
    First published: