આસારામકેસમાં સાક્ષી મહેન્દ્ર મળેલી સુરક્ષાથી અસંતુષ્ટ, કેન્દ્ર પાસે માગી CRPF

News18 Gujarati
Updated: April 24, 2018, 4:22 PM IST
આસારામકેસમાં સાક્ષી મહેન્દ્ર મળેલી સુરક્ષાથી અસંતુષ્ટ, કેન્દ્ર પાસે માગી CRPF
આસારામકેસમાં સાક્ષી મહેન્દ્ર મળેલી સુરક્ષાથી અસંતુષ્ટ, કેન્દ્ર પાસે માગી CRPF.

  • Share this:
હરિયાણાઃ 25 એપ્રિલે આસારામના કેસ અંગેના ચુકાદાને ધ્યાનમાં રાખીને હવે હરિયાણા પોલીસ પણ જોધપુરની સાથે સાવચેત થઈ ગઈ છે. આસારામ અને નારાયણ સાઈ દુષ્કર્મ કેસના મુખ્ય સાક્ષી હરિયાણાના પાનીપત જિલ્લામાં સનૌલી ખુર્દ નિવાસમાં મહેન્દ્ર ચાવલાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ તેમની સુરક્ષામાં ફક્ત બે-ત્રણ પોલીસ જવાનો તહેનાત હતા. હવે એની સંખ્યા વધારી પાંચ જવાનોની કરવામાં આવી છે. બીજી તરફ, મહેન્દ્ર ચાવલાનું કહેવું છે કે સુરક્ષા-વ્યવસ્થા પૂરી પાડવાનું કામ કેન્દ્રનું છે અને તેમણે CRPF સુરક્ષા આપવી જોઈએ.

તેમની સુરક્ષામાં પહેલા એકવાર ચૂક થવાથી તેમના પર 13 મે 2015માં ઘરમાં જ ગોળી ચલાવી હત્યાનો પ્રચાસ કરાયો હતો, હવે હરિયાણા પોલીસ સતર્ક થઈ ગઈ છે. તેમની પાસે અને તેમના ઘરે આવનારી દરેક વ્યક્તિની તપાસ કર્યા બાદ જ મહેન્દ્ર ચાવલાને મળવા દેવાય છે. તેમની પર સતત નજર રાખવામાં આવી રહી છે. મહેન્દ્ર ચાવલાના નિવાસ સનૌલી ખુર્દમાં હરિયાણા સુનૌલી પોલીસ સ્ટેશને 24 કલાકમાં 3થી 5 સશસ્ત્ર રક્ષકોને સુરક્ષા આપી રાખી છે.

મહેન્દ્ર ચાવલાએ જણાવ્યું હતું છે કે તે કોર્ટના ચુકાદાને લઈ ભયભીત છે. આસારામને સજા થવાની ખાતરી છે, પરંતુ માનનીય અદાલતે તેને ફાંસીની સજા આપવી જોઈએ, જેથી આવા લોકોને સબક મળે અને દેશની દીકરીઓ સુરક્ષિત રહે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની સુરક્ષા પાનીપત પોલીસ કરી રહી છે, પરંતુ સુરક્ષા આપવાની વ્યવસ્થા કેન્દ્રની હોય છે. મને આરપીએફનું રક્ષણ પણ આપવું જોઈએ, કારણ કે આસારામની વિરુદ્ધ સાક્ષી આપનારા કોઈ સાક્ષી સલામત નથી.
First published: April 24, 2018
વધુ વાંચો
अगली ख़बर