પત્નીએ પ્રેમી ભત્રિજા સાથે મળી કરી પતિની હત્યા, રાત્રે સાથે સુઈ ગઈ, સવારે બોલી - 'કેવી રીતે મર્યા ખબર નહીં'

News18 Gujarati
Updated: October 29, 2020, 5:36 PM IST
પત્નીએ પ્રેમી ભત્રિજા સાથે મળી કરી પતિની હત્યા, રાત્રે સાથે સુઈ ગઈ, સવારે બોલી - 'કેવી રીતે મર્યા ખબર નહીં'
આરોપી કાકી અને ભત્રીજો

પ્રેમ પ્રસંગમાં નડતા પતિને કાકી અને ભત્રિજાએ મોતને ઘાટ ઉતારી દીધો. પરિવારના અન્ય સભ્યોને પણ નશીલો પદાર્થ મીલાવી ખડાવી દીધો હતો, જેથી હત્યાકાંડ સમયે કોઈ પરેશાની ન રહે.

  • Share this:
હરિયાણા: પાનીપત જિલ્લામાં એક દર્દનાક પતિ પત્ની અને વોનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના ધૂપ સિંહ નગર કોલોનીમાં એક યુવકની શંકાસ્પદ પરિસ્થિતિમાં થયેલા મોતના મામલામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અવૈધ સંબંધોના ચાલતા પ્રેમી ભત્રિજા સાથે મળી ગળુ દબાવી પત્નીએ જ પતિની કરી હતી. પત્ની મરેલા પતિની સાથે આખી રાત સુઈ ગઈ અને સવારે બોલી તે કેવી રીતે મર્યા મને ખબર નથી. પોસ્ટમાર્ટમમાં હત્યાના કારણનો ખુલાસો થતા પોલીસે આરોપી પત્ની સંગીતા અને પ્રેમી ભત્રિજાની ધરપકડ કરી લીધી છે.

પોલીસે જણાવ્યું કે, આ હત્યાકાંડમાં મૃતકની પત્ની અને ભત્રિજો બંને સામેલ હતા. હત્યાકાંડની પાછળ કાકી અને ભત્રીજા વચ્ચે અવૈધ સંબંધ મોટું કારણ રહ્યું. બંનેએ સંબંધોની હત્યા કરી સંબંધોને કલંકીત કરી શારીરિક સંબંધો બનાવ્યા સાથે બંને વચ્ચેના પ્રેમ પ્રસંગમાં નડતા પતિને કાકી અને ભત્રિજાએ મોતને ઘાટ ઉતારી દીધો. મરતા પહેલા આ લોકોએ બીયરમાં નશીલી ગોળી મિલાવી મૃતકને પીવડાવી હતી, સાથે પરિવારના બાકી સભ્યોને પણ નશીલી દવા પીવડાવી સારી રીતે ઊંઘાડી દીધા હતા. જ્યારે પૂરો પરિવાર ઊંગની મજા લઈ રહ્યો હતો ત્યારે બંનેએ ભેગા થઈ પતિનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધો.

સુરત: વરાછામાં લાલા અને ભાવેશ ટકા વચ્ચે લોહીયાળ બબાલ, લાકડાના ફટકા મારી લાલાની હત્યા

સુરત: વરાછામાં લાલા અને ભાવેશ ટકા વચ્ચે લોહીયાળ બબાલ, લાકડાના ફટકા મારી લાલાની હત્યા

બંને વચ્ચે અવૈધ સંબંધ

ડીએસપી હેડ ક્વાર્ટર સતીશ વત્સએ જણાવ્યું કે, લગભગ 7-8 મહિના પહેલા કાકી અને ભત્રીજા વચ્ચે પ્રેમ પ્રસંગ શરૂ થયો હતો અને બંને વચ્ચે અવૈધ સંબંધ સ્થાપિત થઈ ગયા. બંને વચ્ચેના આ સંબંધની પતિ અનિલને શંકા પડી હતી. જેને કારણે કાકી અને ભત્રીજાએ બંનેે મળી તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો અને બીયરમાં નશીલો પદાર્થ મેળવી તેને પીવડાવી દીધો, જ્યારે પરિવારના અન્ય સભ્યોને પણ નશીલો પદાર્થ મીલાવી ખડાવી દીધો હતો, જેથી હત્યાકાંડ સમયે કોઈ પરેશાની ન રહે.

બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

ત્યારબાદ જ્યારે અનિલ ઊંડી ઊંઘમાં હતો ત્યારે બંનેે મળી તેનું ગળુ દબાવી મારી નાખ્યો. જોકે, બંનેની હાલમાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં ભત્રિજા સચિનને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. સાથે મહિલાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
Published by: kiran mehta
First published: October 29, 2020, 5:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading