લીસને ફરિયાદ આપવા છતાં પોલીસ હજુ સુધી તેની પત્ની અને બાળકોની માતાને શોધી શકી નથી. બાળકો પણ 2 મહિનાથી પોતાની માતા ગુમ થવાની ચિંતા કરે છે. રોજ બાળકો પોતાની માતાની રાહ જોતા હોય છે.
પાણીપત : હરિયાણાના પાણીપત જિલ્લામાં એક માણસને નોકર તરીકે રાખવો મોંઘો પડી ગયો છે. નોકર જ માલિકની પત્નીની સાથે ફરાર થઈ ગયો. પીડિત પતિ અને તેના બાળકો મહિલાની હિંમતપૂર્વક શોધ કરી રહ્યા છે. પાણીપતમાં રહેતા પીડિત વ્યક્તિ પોતાના બાળકો અને વૃદ્ધ માતાને લઈ છેલ્લા બે મહિનાથી પત્નીને શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીડિત માલિકે 2 મહિના પહેલા માંસની દુકાનમાં એક યુવાનને નોકરી પર રાખ્યો હતો.
નોકરી પર લીધાના થોડા દિવસ બાદ જ આરોપી નોકર પોતાના બોસની પત્ની સાથે ફરાર થઈ ગયો હતો. બે મહિનાથી પીડિત માલિક પોતાના બાળકો સાથે પત્નીની તસવીર લઈ ભટકી રહ્યો છે. પરંતુ તેની પત્ની હજુ મળી નથી.
હાલમાં જ પતિએ તેની ગુમ થયેલી પત્નીને શોધવા માટે ડીએસપી સતિષકુમાર વત્સને વિનંતી કરી છે. આ સાથે જ ડીએસપીએ પણ ખાતરી આપી છે કે ફરિયાદીની પત્નીને શોધી કાઢવામાં આવશે. તો, બાળકો પણ તેમની માતા માટે પણ ચિંતિત છે, જે બે મહિનાથી ગુમ છે.
પીડિત પતિ બાળકો સાથે પત્નીની તસવીરો લઈને તેને શોધી રહ્યો છે. પોલીસને ફરિયાદ આપવા છતાં પોલીસ હજુ સુધી તેની પત્ની અને બાળકોની માતાને શોધી શકી નથી. આખરે કંટાળી પતિએ તેની ગુમ થયેલી પત્નીને શોધવા માટે ડીએસપી સતિષકુમાર વત્સને વિનંતી કરી છે. તો, ડીએસપીએ પણ ખાતરી આપી છે કે પીડિતાની પત્ની મળી આવશે. તો, બાળકો પણ 2 મહિનાથી પોતાની માતા ગુમ થવાની ચિંતા કરે છે. રોજ બાળકો પોતાની માતાની રાહ જોતા હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર