પ્રેમ આંધળો હોય છે આવી ઉક્તિ આ કિસ્સામાં સાચી ઠરી છે. એક પરિણીતા (Wife) જેને સંતાનમાં 10 વર્ષનો પુત્ર છે તે પોતાના બાળક સાથે પ્રેમી (Lover) સંગાથે ભાગી જતા ચકચાર મચી છે. ભગાવી જનાર યુવક અને ભાગી જનાર મહિલાનો ઔપચારિક સંબંધ મકાન માલિક (Land Lord)અને ભાડૂઆતનો (Tenant) હતો. ઘટના બાદ પતિએ પોલીસમાં ફરિયાદ કતરી છે પોલીસ કપલને શોધી રહ્યું છે. હરિયાણાના (Haryana) આ ચકચારી કિસ્સા પર વિશ્વાસ નહીં આવે પરંતુ આ કિસ્સો હકિકતમાં પ્રકાશમાં આવ્યો છે અને તેના અંગે ભારે ચર્ચા થઈ રહી છે.
બનાવની વિગતો એવી છે કે દેશના હરિયાણા રાજ્યના પાનીપતનો આ કિસ્સો કિલા થાના વિસ્તારનો છે. અહીંયા કુલદીપ નામનો એક યુવક પીડિતના ઘરે ભાડે રહેતો હતોય દરમિયાન તેને અને મકાનમાલિકના પત્નીને આડો સંબંધ બંધાયો હતો. જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે તે મહિલાને એના બાળક સાથે ભગાવી ગયો.
તપાસ અધિકારી રાણાએ જણાવ્યું હતું કે વિનોદે ફરિયાદ આપી છે કે બે-ત્રણ મહિના પહેલા જિંદનો રહેવાસી કુલદીપ ભાડે મકાનમાં રહેતો હતો. દરમિયાન વિનોદની પત્ની સાથે તેનો પ્રેમ સંબંધ શરૂ થયો. પતિને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે કુલદીપને ભાડાના મકાનની બહાર ફેંકી દીધો. પરંતુ બાદમાં તે તેની પત્ની સાથે ભાગી ગયો હતો.
પોલીસનું કહેવું છે કે વિનોદે કુલદીપ પર તેની પત્નીને લગ્નના ઇરાદાથી દૂર રાખવાની લાલચ આપી છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે યુવકની પત્ની પણ તેના 10 વર્ષના પુત્ર સાથે ગઈ છે. આ મામલે કેસ નોંધવામાં આવી રહ્યો છે અને મહિલા અને તેના પુત્રની શોધખોળ ચાલુ છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ તેઓની શોધ કરવામાં આવશે.
આવા કિસ્સાઓના કારણે નિર્દોષ બેચલર્સ ઘણા હેરાન થાય છે. અનેક શહેરોમાં અને સોસાયટીમાં આવા કિસ્સાઓના કારમે બેચલર્સને મકાન ભાડે ન આપવાનો નિયમ હોય છે ત્યારે સમાજમાં બનતા જુદા જુદા કિસ્સાઓના કારણ વરવા ઉદાહરણો પણ સામે આવે છે ત્યારે આ પ્રકારના કિસ્સામાં કસૂરવાર કોણ તે પણ મોટો પ્રશ્ન છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર